બનાવવાની રીત : સૌ પ્રથમ શ્રી ફળ ને ખમણી લેવું . એક કડાઈ માં કોપરા નું ખમણ ,દૂધ ,ઘી અને ખાંડ બધું મિક્સ કરી ગેસ ઉપર મુકો . તવેથા થી હલાવતા રહો જેથી નીચે ચોંટે નહી . તાપ મીડીયમ રાખવો . ખાંડ માં થી છુટેલું પાણી બળી જાય અને એકરસ થાય પછી એલચી પાવડર નાંખી બરાબર મિક્સ કરો . ઘી છુટું પાડવા લાગે અને લાલાશ પકડે એટલે ગેસ બંધ કરી ઘી લગાડેલી થાળી માં આ મિશ્રણ ને ઠારી દો .ઉપર સુકામેવા ની કતરણ ભભરાવો . ઠરે પછી મનગમતા આકાર માં કાપો અથવા ચોરસ ટુકડામાં કાપી લો.