રાજમા મસાલા

મંગળવાર, 16 ફેબ્રુઆરી 2016 (17:25 IST)
જે રીતે દક્ષિણ ભારતમાં દરેક પરિવારની પોતાની ડોસા બનાવવાની સ્ટાઈલ હોય છે એ જ રીતે પંજાબમાં દરેક પરિવાર એક વિશેષ રીતે રાજમાં બનાવે છે.  રાજમા હેલ્થ માટે પૌષ્ટિક અને સારો હોય છે. 
 
સામગ્રી - 1 કપ રાજમા, 1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી, 2 નાના ચમચા આદુ મરચાની પેસ્ટ, 1/2 નાની ચમચી હળદર પાવડર, 1/2 ચમચી લાલ મરચુ, 1 ચમચી ધાણાજીરુ, એક કપ ટામેટાની પ્યુરી, 1/2 ચમચી કસૂરી મેથી, 1/4 ચમચી તજનો પાવડર, મીઠુ સ્વાદમુજબ સજાવવા માટે ધાણા. 
 
બનાવવાની રીત - રાજમાને સારી રીતે ધોઈને આખી રાત પલાળો. સવારે આ પાણીમાં થોડુ વધુ પાણી અને તજનો પાવડર નાખીને પ્રેશરકુકરમાં બાફી લો.  હવે બાફેલા રાજમાને કાઢી લો અને કુકરને સારી રીતે તપાવીને તેમા તેલ ખો.  તેલમાં ડુંગળી સાતળી લો. પછી તેમા આદુ લસણનુ પેસ્ટ અને સૂકા મસાલા નાખીને 1 મિનિટ સુધી સેકો. ટામેટાની પ્યુરી અને કસુરી મેથી નાખીને સાંતળો. જ્યારે મસાલો સારી રીતે સેકાય જાય ત્યારે બાફેલા રાજમા અને જોઈએ તેટલુ પાણી નાખીને 1 સીટી થતા સુધી થવા દો.  લીલા ધાણા નાખીને સજાવો અને ગરમા ગરમ રાજમા જીરા રાઈસ અથવા પરાઠા સાથે સર્વ કરો.  

વેબદુનિયા પર વાંચો