પાકી કેરીની સેંડવિચ

N.D

સામગ્રી - કેરી 1 કિલો, દૂધ 1 લિટર, ખાંડ 400 ગ્રામ, એક ચપટી સોડા, અડધી ચમચી ગુલાબજળ, 2-3 ચાંદીનુ વર્ક

બનાવવાની રીત - કેરીના રસને માવાની જેમ કઢાઈમાં ગેસ પર ઘટ્ટ કરી લો. હવે દૂધને ઉકાળવા મુકો. જ્યારે દૂધ ઉકળવા માંડે ત્યારે તેમા લીંબૂ નાખીને તેને ફાડી લો. દૂધમાંથી પાણી કાઢવા માટે તેન પાતળા કપડામાં બાંધીને લટકાવી દો. પાણી કાઢ્યા પછી આ માવાને થાળીમાં લઈને હાથ વડે મસળી એકસાર કરી લો. તેમા સોડા અને થોડો પીળો રંગ નાખીને ચોકોર શેપ આપો. એક વાસણમાં પાણી અને ખાંડ નાખીને એકતારની ચાસણી બનાવી લો તેના બે ભાગ કરો. એકમાં માવાથી બનાવેલ ચક્કા નાખી ઉકળવા દો. અડધો કલાક પછી બીજી ચાસણીમાં નાખીને ગુલાબ જળ નાખો. 3-4 કલાક પછી તેને વચ્ચેથી કાપીને કેરીનો રસ ભરીને ઉપરથી ચાંદીની વરક લગાવી ત્રાંસી કાપીને ફ્રિજમાં મુકો. ઠંડી થયા પછી સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો