સામગ્રી - રવો 250 ગ્રામ, માવો 500 ગ્રામ, ખાંડ 350 ગ્રામ, ઘી 200 ગ્રામ, બદામ, પિસ્તા, 50 ગ્રામ, ઈલાયચી પાવડર બે ચમચી. 
બનાવવાની રીત - માવાને મોટા કાણાવાળી ચાયણીથી મસળીને ચાળી લો. ઘી ગરમ કરી રવાને ધીમા તાપે સેકી લો. થોડો સોનેરી થાય કે માવો નાખીને 2-3 મિનિટ સેકીને ઉતારી લો. તેને ઠંડુ કરો. 
ખાંડની ચાસણી બનાવી લો. તેને થોડી ઠંડી કરી રવો, માવો, ઈલાયચી અને સૂકામેવા કતરીને નાખી દો.  આ મિશ્રણમાંથી મધ્યમ આકારના લાડુ બનાવો. 
									
  
	
	
   
	
   
		
		
		