ચોકલેટી લાડુ

P.R


સામગ્રી - એક વાડકી રવો, એક વાડકી માવો, એક મોટી ચમચી દૂધ, 2 વાડકી ખાંડ, કાજુ, બદામ અને સાકર અંદાજ મુજબ. થોડો ચોકલેટ પાવડર, એક વાડકી કોપરાનુ છીણ, એક બે ચમચી ઈલાયચીનો પાવડર.

વિધિ - કડાહીને તપાવીને તેમા માવો સેકો. માવો સારી રીતે સેકાય જાય કે ગેસ બંધ કરો અને તેને સતત હલાવતા રહો. હવે તેમા સેકેલો રવો, દૂધ, દળેલી ખાંડ અને ચોકલેટ પાવડર નાખો અને સારી રીતે મિક્સ કરો. હવે તેમા ઝીણા સમારેલા કાજૂ-બદામ અને ઝીણી વાટેલી સાકર અને ઈલાયચી પાવડર સારી રીતે મિક્સ કરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને એકસાર થયા પછી લાડુ બનાવો. ગણપતિ બાપ્પાને ભોગ લગાવો.

વેબદુનિયા પર વાંચો