સુરતમાં કોરોનાના કેસ વધ્યા, કુલ 93 નવા કેસ આવ્યા

શુક્રવાર, 1 જુલાઈ 2022 (14:55 IST)
ગુજરાતમાં વધતા કોરોના કેસે એકવાર  ફરી ચિંતા વધારી છે.  અમદાવાદ પછી સુરતમાં પણ કોરોનાની ગતિ તેજ થઇ રહી છે. જયારે સિટીમાં ગુરૃવારે કોરોનામાં 82 અને જીલ્લામાં 11 મળી નવા93  દર્દી ઝપેટમાં આવ્યા છે. જયારે સિટીમાં 56 અને જીલ્લામાં 32 મળી 88 દર્દીને રજા આપવામાં આવી હતી.
 
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સુરત સિટીમાં કોરોનામાં 82 કેસ નોધાયો છે. જેમાં સૌથી વધુ રાંદેરમાં 16, અઠવામાં15, કતારગામમાં 14, વરાછા એમાં 6, વરાછા બીમાં 8,  લિંબાયતમાં 9, સેન્ટ્રલમાં 6,  ઉધના એ 7 અને ઉધના બી ઝોનમાંં 1 દર્દી ઝપેટમાં આવ્યા છે. જેમાં ડોકટર, નર્સ, એ.સી.પી, બે વિધાર્થી, બે બિઝનેસમેન સહિતના સમાવેશ થાય છે. જયારે સિટીમાં 56 દર્દીને રજા આપવામાં આવી છે. સિટીમાં કુલ 508 એકટીવ કેસ પૈકી 13 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. જોકે સિટીમાં કોરોના સંક્રમિત થયેલા 82 દર્દીમાં ફુલ વેકસીન એટલે બે ડોઝ લીધેલા 73, પ્રિકોશન અથવા બુસ્ટોર ડોઝના 5 તથા3 એ રસીનો એક પણ ડોઝ લીધો નથી. આ ઉપરાંત સુરત જીલ્લામાં નવા 11 દર્દી ઝપેટમાં આવ્યા છે.જયારે જીલ્લામાં 32 દર્દી રજા આપવામાં આવી હતી. જોકે જીલ્લામાં કુલ 94 એકટીવ કેસ છે. જયારે સિટી અને જીલ્લામાં મળી એકટીવ કેસ કુલ 602 થયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર