સુરતમાં મહાત્મા ગાંધીના પૌત્રવધૂ શિવાલક્ષ્મીબેનનું નિધન

શુક્રવાર, 8 મે 2020 (17:25 IST)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મીબેન ગાંધીનું આજે સુરતના ભીમરાડમાં નિધન થયું છે. શિવાલક્ષ્મીબેન ગાંધીજીના પુત્ર રામદાસના ત્રીજા નંબરના દીકરા કનુભાઈ ગાંધીના પત્ની હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને આજે તેમણે સુરતમાં લૉકડાઉનમાં અંતિમ શ્વાસ લીધા હતા. કનુભાઈ લાંબા સમયથી સુરત રહેતા હતા પરંતુ તેમના નિધન બાદ ભીમરાડ ગામના બળવંત પટેલ અને તેમનો પરિવાર શિવાલક્ષ્મીબેનની ચાકરી કરી રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ હતી. અઢી મહિના પૂર્વે ઘરમાં ચાલતા ચાલતા એકાએક બેસાય જવાતા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ત્યારબાદ તેમની મહાવીર હોસ્પિટલમાં સારવાર કરાવતા ફરી તેઓ નોર્મલ થઈ ગયા હતા. જોકે ત્યારપછી તેમનો ખોરાક ઓછો થઈ ગયો હતો. જેના કારણે તબિયત નાદુરસ્ત રહેતી હતી. એક અઠવાડિયા પહેલા ઘરમાં બેભાન થઈ જતા. તેમને પીપલોદની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગુરુવારે રાત્રે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર