પાણી પર તરતી આસ્થા

W.D
શું પત્થરની કોઈ સાત કિલોની મૂર્તિ પાણી પર તરી શકે છે? શું મૂર્તિ તરી રહી છે કે નહિ તેના દ્વારા આવનારા સમયની અંદર શું થવાનું છે તેના વિશે જાણી શકાય છે? તો આવો આ વખતની આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ આ પ્રશ્નનો જવાબ આપવા માટે...

મધ્યપ્રદેશના દેવાસ જીલ્લાથી 45 કિ.મી. દૂર હાટપીપલ્યા કરીને એક ગામ આવેલ છે જેમાં નૃસિંહનું મંદિર છે. આ મંદિરની મૂર્તિ દર વર્ષે નદીની અંદર તરે છે. આખરે આ ઘટના કેવી રીતે બને છે. તો આ દ્રશ્યને જાણવા માટે અને જોવા માટે અમે આને અમારા કેમેરાની અંદર કેદ કર્યું.

દરેક વર્ષે ભાદરવી સુદ અગિયારસે અહીંયા નૃસિંહ મંદિરની મૂર્તિને પૂજા-અર્ચના કરીને સમ્માનની સાથે નદીમાં છોડી દેવામાં આવે છે અને મૂર્તિ આશ્ચર્યજનક રીતે નદીમાં તરવા લાગે છે. આ ચમત્કારને જોવા માટે શ્રદ્ધાળુઓની ઘણી એવી ભીડ ઉમટી પડે છે.

દરેક ભાદરવી અગિયારસના રોજ હાટપીપલ્યાના સ્થાનિક નૃસિંહ મંદિરમાંથી ઢોલ-ધમાકાઓની સાથે ચાર વાગ્યાથી મંદિરની નરસિંહ ભગવાનની મૂર્તિને લઈને વરઘોડો શરૂ થઈ જાય છે. આ દિવસે આખા શહેરામાં દરેક ઘરના લોકો પ્રસાદનુ વિતરણ કરે છે અને નગરવાસીયોનુ સન્માન કરે છે. અહીં આ પ્રતિમા પર હાર ચઢાવવાની બોલી લગાડવામાં આવે છે. આ દિવસે સ્ત્રીઓ આની પૂજા-અર્ચના કરે છે. રાત્રે લગભગ ત્રણ વાગ્યે આ વરઘોડો ફરી નરસિંહ ભગવાનના મંદિરમાં પહોંચી જાય છે.

સાંજે 5:30ની આસપાસ વરઘોડો નરસિંહ ઘાટ પર પહોંચી જાય છે. નરસિંહ ઘાટ પર ડોલને સ્નાન કરાવવામાં આવે છે. પછી પાણીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ મુખ્ય પૂજારી ગોપાલદાસ વેષ્ણવ, રમેશદાસ અને વિષ્ણુદાસ વૈષ્ણવ પાણીના વહેણનું જાળ ફેંકીને જુએ છે. જાળ એટલા માટે પાથરવામાં આવે છે કે જો મૂર્તિ પાણીમાં ડૂબવા માંડે તો જાળ વડે તેની રક્ષા કરવામાં આવે છે.

પછી નરસિંહ મંદિરના પૂજારી મંત્રોના ઉચ્ચારણ દ્વારા આ સાડા સાત કિલોની મૂર્તિને નદીમાં છોડે છે. આ દ્રશ્ય જોઈને શ્રધ્ધાળુઓ જયકાર બોલાવે છે.

નૃસિંહ મંદિરના પુજારી ગોપાલ વૈષ્ણવ આ વિશે જણાવે છે કે ભગવાનની મૂર્તિ જો એક વખત તરે તો વર્ષના ચાર મહિના સારા માનવામાં આવે છે અને જો ત્રણ વખત તરે આખુ વર્ષ સારૂ માનવામાં આવે છે.

અહીંના રહેવાસી સોહનલાલ કારપેંટરનું કહેવું છે કે ભગવાન નૃસિંહની મૂર્તિને તરવાના આ ચમત્કારને છેલ્લા 20 થી 25 વર્ષથી જોઈ રહ્યાં છીએ અને ગ્રામજનોની આ મૂર્તિની અંદર અતુટ શ્રદ્ધા રહેલી છે.

મંદિરના એક અન્ય પુજરીએ પણ જણાવ્યું કે ભગવાનનો આ ચમત્કાર અમે અમારી આંખો વડે જોયો છે. અને વળી અમે મંદિરના પુજારી જ આ મૂર્તિને પાણીની અંદર તરવા માટે છોડીએ છીએ અને આ દરમિયાન લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટે છે.

મૂર્તિને ફક્ત ત્રણ વખત જ પાણીની અંદર છોડવામાં આવે છે. પાછલાં વર્ષે આ મૂર્તિ બે વખત તરી હતી અને આ વર્ષે ફક્ત એક જ વખત તરી છે.
W.D

અહીંના લોકોનું માનવું છે કે જો નદીની અંદર ગરમીના દિવસોમાં બધુ જ પાણી સુકાઈ જાય તો પણ અગિયારસનો દિવસ આવે તે પહેલાં વરસાદને કારણે નદીની અંદર પાણી ભરાઈ જાય છે. એવું આજ સુધી ક્યારેય પણ નથી બન્યું કે નદીની અંદર જે દિવસે મૂર્તિને તરાવવાની હોય તે દિવસે પાણી ન આવ્યું હોય.

આખરે મૂર્તિના તરવા પાછળ શું કારણ હોઈ શકે છે... શું મૂર્તિ જે પત્થરમાંથી બની છે તે પત્થર એવો છે કે પછી આ કોઈ દૈવિક ચમત્કાર છે. આ વિશે તમે શું માનો છો... તો તમારા મંતવ્યો અમને જરૂર જણાવો...