જમીનમાં દબાયેલી શ્રાપિત નગરી.!!

W.D
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં આ વખતે અમે તમને એક એવા ગામમાં લઈ જઈએ છીએ જે પ્રાચીન સમયે રાજા ગંઘર્વસેનના શ્રાપથી આખી પાષાણમાં ફેરવાઈ ગઈ હતી. અહીંના દરેક વ્યક્તિ, પશુ અને પક્ષી બધા શ્રાપથી પત્થરના થઈ ગયા છે. પછી એક 'ધૂકોટ'(ધૂળથી ભરેલુ વંટોળ) ચાલ્યુ, જેનાથી આ આખી નગરી જમીનમાં દટાઈ ગઈ છે.

આ દેવાસના સોનકચ્છ તાલુકામાં આવેલ એક એવુ ગામ છે જે ભારતના બોધ્ધકાળના ઈતિહાસનું પ્રમાણ છે. આ ગામનુ નામ પહેલા ચંપાવતી હતુ. ચંપાવતીના પુત્ર ગંધર્વ સેનના નામથી પાછળથી ગંધર્વપુરી થઈ ગયુ. આજે પણ આનુ નામ ગંધર્વપુરી છે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો

લોકવાયકા મુજબ અહીં માલવ ક્ષત્રપ ગંધર્વસેન, જેમણે ગર્ધભિલ્લ પણ કહેતા હતા ના શ્રાપથી આખી ગંઘર્વ નગરી પાષાણની થઈ ગઈ હતી. રાજા ગંઘર્વ સેનના વિશે ઘણી કથાઓ પ્રખ્યાત છે, પરંતુ આ સ્થળ સાથે જોડાયેલી વાર્તા જરા વિચિત્ર જ છે. કહેવાય છે કે ગંઘર્વસેનના ચાર લગ્ન થયા હતા. તેમની પત્નીઓ ચાર વર્ણોની હતી. ક્ષત્રાણીથી તેમને ત્રણ પુત્રો થયા - શંખ, વિક્રમ અને ભર્તુહરિ.

અહીંના રહેવાસી કમલ સોનીના જણાવ્યા મુજબ આ નગરી ખૂબ જ પ્રાચીનયુગની છે. અહીં આજે પણ જે જગ્યાએ ખોદકામ કરવામાં આવે, ત્યાંથી મૂર્તિઓ નીકળે છે.

કહેવાય છે કે આ નગરીના રાજાની પુત્રીએ તેમની ઈચ્છાની વિરુદ્ધ ગંધર્વસેન સાથે વિવાહ કર્યા હતાં. ગંધર્વસેન દિવસ દરમિયાન ગધેડાના વેશમાં રહેતાં હતાં અને રોજ રાત્રે ગધેડાની ચામડી ઉતારીને એક સુંદર રાજકુમારના વેશમાં આવી જતાં હતાં. રાજાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાની દાસીને આજ્ઞા કરી કે જ્યારે ગંધર્વસેન પોતાની ગધેડાની ચામડી ઉતારે ત્યારે તે તેને સળગાવી દે. પરંતુ આવું કરવાથી ગંધર્વસેન પણ સળગવા લાગ્યા અને બળતાં-બળતાં તેમણે રાજા સહિત આખી નગરીને શ્રાપ આપી દિધો કે જે કોઈ પણ આ નગરીની અંદર રહે છે તે પથ્થરના થઈ જાય.

આ અંગે અમે ગામના સરપંચ વિક્રમસિંહ ચૌહાણને વાત કરી તો તેમણે પણ કહ્યુ કે આ સાચુ છે કે આ ગામની નીચે એક પ્રાચીન નગરી દબાયેલી છે. અહી હજારો મૂર્તિઓ છે.
W.D

અહી 1966માં એક સંગ્રહાલયનુ નિર્માણ કરવામાં આવ્યુ, જ્યાં થોડીક ખાસ મૂર્તિઓ ભેગી કરવામાં આવી છે. સંગ્રહાલયના કેયર ટેકર રામપ્રસાદ કુંડલિયા જણાવે છે કે તે ખુલ્લા સંગ્રહાલયમાં અત્યાર સુધી 300 મૂર્તિઓનો સંગ્રહ કરવામાં આવ્યો. તે સિવાય અનેક મૂર્તિઓ રાજા ગંધર્વસેનના મંદિરમાં છે અને અનેક મૂર્તિઓ નગરમાં અહીં તહીં વિખરાયેલી પડી છે. જમીનના ખોદકામ દરમિયાન અહીંથી મૂર્તિઓ નીકળતી રહે છે. ગ્રામવાસીઓની સૂચના પછી તેને સંગ્રહાલયમાં મૂકી દેવામાં આવે છે.

સ્થાનીક રહેવાસીઓ જણાવે છે કે અહીંથી હજારો મૂર્તિઓ ગાયબ થઈ ગઈ છે. હવે તમે જ વિચારો કે આ નગરની હકીકત શુ હશે કે અહીંથી આજે પણ બુધ્ધ, મહાવીર, વિષ્ણુ સિવાય ગ્રામીણોની દિનચર્ચાના દ્રશ્યોથી સજેલી મોહક મૂર્તિઓ મળતી રહે છે.

તમે આ નગરી વિશે શુ વિચારો છો અમને જરૂર જણાવો.