એક વિશાળ મંદિર જે ઉભુ છે આધાર વગર

W.D
આજે અમે તમને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ એક અનોખા મંદિરના. આ વિશાળ મંદિર તંજાવુરમાં 'બડે મંદિર'ના નામે પ્રસિધ્ધ છે. 216 ફૂટ ઉંચુ આ મંદિર કાવેરી નદીના કિનારે શાનથી ઉભુ છે. આ મંદિરની ખાસિયત એ છે કે આ વગર કોઈ આધારે બનાવવામાં આવ્યુ છે.

આ વાત ખૂબ જ આશ્ચર્ય જનક પરંતુ આ જ હકીકત છે. આ વિશાળ મંદિર માત્ર શ્રધ્ધાનું જ પ્રતિક નથી પરંતુ આ અમારા પૂર્વજોના વિશાળ કૌશલ અને ક્ષમતાનું પણ પ્રતિક છે.

આ મંદિર ઈ.સ પૂર્વ 1003થી વચ્ચે 1009 ની વચ્ચે ચૌલાના મહારાજા રાજારંજનના દ્વારા બનાવવામાં આવ્યુ હતુ. છેલ્લા 1000 વર્ષોથી આ ભવ્ય મંદિર અડગ ઉભુ છે.

ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો

આ મંદિરની અંદર પ્રવેશ કરતા જ 13 ફૂટ ઊંચા શિવલિંગના દર્શન થાય છે. શિવલિંગની સાથે જ એક વિશાળ પંચમુખી સાપ બિરાજમાન છે, જે પોતાની ફેણથી શિવલિંગને છાયા આપે છે. શિવલિંગની બંને બાજુ બે જાડી દિવાલો છે, જે લગભગ છ ફૂટના અંતરે આવેલી છે. બહારની દીવાલ પર એક મોટી આકૃતિ બનેલી છે જેને વિમાન કહેવામાં આવે છે.

આ વિમાન એકની ઉપર એક એવા 14 ચતુષ્કોણો દ્વારા બનાવવામાં આવી છે, જેને વચ્ચેથી ખોખલુ રાખવામાં આવ્યુ છે. 14મા ચતુષ્કોણ ઉપર એક મોટુ અને લગભગ 88 ટન જેટલું ભારે ગુમ્બજ રાખવામાં આવ્યુ છે જે આ આખી આકૃતિને મજબૂતી પ્રદાન કરે છે. આ ગુંબજની ઉપર એક 12 ફુટનો કળશ મૂકવામાં આવ્યો છે.

આ ચતુષ્કોણોનું અંદરથી ખોખલું હોવું એ નિર્માણનું માત્ર કૌશલ જ નથી, પરંતુ તેનું આધ્યાત્મિક મહત્વ પણ છે. આપણે ભગવાન શિવને એક લિંગના રૂપમાં પૂજીએ છીએ જેને ભગવાનનુ અરૂપ કહેવામાં આવે છે.

W.D
વિચારવાથી મનમા એક પ્રશ્ન જરૂર ઉભો જરૂર થાય કે આવું મંદિર બની શકે ખરૂ ? હા, આવું જ એક મંદિર કન્યાકુમારીમાં આવેલું છે. જેમાં ભગવાન તિરૂવલ્લુવરની મૂર્તિ આવેલી છે. આ મૂર્તિ 133 ફુટ ઉંચી છે. જેને વાસ્તુશિલ્પનાં જ્ઞાનથી બનાવી હતી. આ મૂર્તિ 2004માં આવેલ સુનામી જેવા દરિયાઈ તોફાનમાં પણ અડગ ઉભી રહી હતી.

ભારત મંદિરો અને તીર્થસ્થાનોનો દેશ કહેવાય છે પરંતુ તંજાવુરનુ આ મંદિર કલ્પનાથી ઉપર છે. આ મંદિરમાં ભગવાન નંદીની સૌથી મોટી મૂર્તિ સ્થાપિત છે જે લગભગ 12 ફૂટ લાંબી અને 19 ફૂટ પહોળી છે. આ મૂર્તિ 16મી સદીમાં વિજયનગર શાસનકાળમાં બનાવવામાં આવી હતી.

આ મંદિરને યૂનેસ્કો દ્વારા વિશ્વની સંપત્તિ જાહેર કરવામાં આવી છે. હવે આ મંદિરની દેખરેખ ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.