ઉજ્જૈનનું અદ્દભુત કાલિયાદેહ પેલેસ

W.DW.D
આસ્થા અને અંધવિશ્વાસની આ વખતની કડીમાં અમે તમારી સામે લાવ્યા છીએ, એક એવુ શહેર જ્યાં રાજા રાત નથી પસાર કરી શકતા... કારણ કે તે રાજાઓને એવો ડર છે કે જો તેઓ એક રાત અહીં રોકાશે તો તેમની પાસેથી તેમનું રાજપાટ છીનવાય જશે. જી, હા, ઉજ્જૈનમાં રહી શકે છે ફકત ઉજ્જૈનના એકજ રાજા કાળોના કાળ મહાકાળ મહારાજ...

અહીં એવી પ્રચલિત માન્યતા છે કે મહાકાળ સિવાય જો બીજા રાજાને ઉજ્જૈનમાં એક રાત પણ વિતાવવી પડે તો તેનું સંપૂર્ણ રાજપાટ સમાપ્ત થઇ જાય..

આ માન્યતાને કારણે સિંધિયા રાજવીવંશના રાજાઓએ પોતાના રહેવા માટે ઉજ્જૈનની સીમાની બહાર કાલિયાદેહ મહેલ બનાવ્યો હતો. રાજા-મહારાજાઓના સમયમાં સિંધિયા પરિવારના રાજા જ નહી પણ બીજા રાજ્યોમાંથી આવનારા રાજા કે ઉચ્ચ હોદ્દેદારો પણ અવંતિકા(ઉજ્જૈનનું જુનુ નામ)માં રાત નહોતા વિતાવતા. કહેવાય છે કે જ્યારથી ઉજ્જૈન શહેર પર સિંધિયા પરિવારને રાજશાહીનો અધિકાર મળ્યો છે ત્યારથી અહીં કોઈ રાજાઓએ રાત નથી વિતાવી.
W.DW.D

સિંધિયા રાજ પરિવારના રાજા પહેલા સવારે જ ઉજ્જૈન આવતા અને મહાકાળના દર્શન પછી રાજકાર્ય પતાવી રાત થતા પહેલા જ ત્યાંની સીમાથી બહાર નીકળી જતા. જ્યારે આ પ્રક્રિયા રાજકાર્યમાં અડચણ નાખવા લાગી ત્યારે કાલિયાદેહ મહેલનું નિર્માણ કરવામાં આવ્યુ. બધી સગવડો ધરાવતા આ મહેલમાં પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેલની સામે જ જલકુંડ છે. આ ઉપરાંત અંદર જ સિંધિયા પરિવારના આરાધ્ય ભગવાન સૂર્યનું મંદિર પણ બનાવવામાં આવ્યુ છે.

મહેલ બન્યા પછી રાજા દિવસભર ઉજ્જૈનના રાજકાર્યમાં લાગ્યા રહેતા, પણ દિવસ ઢળતા જ કાલિયાદેહ મહેલ તરફ પાછા ફરતાં. આઝાદી પછી ન તો રાજા રહ્યા ન હી તેમના મહેલો, પણ એવુ નથી કે આ માન્યતાનો અંત આવી ગયો હોય. વર્તમાન સમયમાં પણ મોટા સરકારી હોદ્દાવાળા અને મંત્રી ઉજ્જૈનમાં રાત નથી વિતાવતા. શહેરનું સરકારી સર્કિટ હાઉસ પણ મહાકાળના સન્માનમાં શહેરની સીમાની બહાર બનાવવામાં આવ્યું છે.

W.DW.D

મહાકાળની સેવા કરવાવાળા પૂજારીઓનો દાવો છે કે દરેક મોટા પદવાળા વ્યક્તિ, વ્યાપારી કે મંત્રી જે પણ ઉજ્જૈનની સીમામાં થઈને જાય છે તે સૌ પહેલા મહાકાળની સામે જ પોતાનું મસ્તક ટેકવે છે. સવારની ભસ્મ આરતીમાં પોતાનું મસ્તક નમાવ્યા પછી જ તે પોતાના કાર્યનું પૂરૂ કરે છે.

વેબદુનિયા જોડે ચર્ચા કરતી વખતે મહાકાળના સેવક આશીષ પૂજારીએ જણાવ્યુ ઉજ્જૈનની રખેવાળી મહાકાળ જ કરે છે. તે જ ઉજ્જૈનના એકમાત્ર રાજા છે. દરેક વર્ષે શ્રાવણ સોમવારના દિવસે અને મહાશિવરાત્રીના દિવસે મહાકાળ પોતાની પ્રજાંના હાલ-ચાલ પૂછવા માટે નગરભ્રમણને માટે નીકળે છે. તેથી ઉજ્જૈનમાં કોઈ બીજા રાજાને રાત વીતાવવાની અનુમતિ નથી. ભૂતકાળમાં કેટલાય મુખ્યમંત્રી જેમણે મહાકાળની અવંતિકામાં રાત વીતાવી છે તેમણે પોતાનુ પદ ગુમાવવુ પડ્યુ છે.
W.DW.D

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમાભારતીનું ઉદાહરણ આપીને બતાવે છે કે સિંહસ્થ સમયે ઉમા ભારતીએ પોતાના ગુરૂના આશ્રમમાં ઉજ્જૈનમાં જ રાત વીતાવી લીધી હતી. આ જ કારણ હતુ કે તેમને પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. આવા જ કેટલાય ઉદાહરણો અહીંના કથાકારોની પોટલીમાં બંધ છે.

બીજી બાજુ અનેક વિદ્વાનોનુ કહેવુ છે કે આ પ્રકારની એકાદ ઘટના માત્ર સંયોગ પણ બની શકે છે. મહાકાળના ભક્ત રાજેશ ભાટિયાનુ માનવુ છે કે મહાકાળની ઉપર અપાર શ્રધ્ધા રાખવાવાળા રાજા-મહારાજા પોતે જ મહાકાળના સમ્માનમાં શહેરની બહાર રાત વિતાવતા હતા. તે સિવાય મહાકાળ કદી પોતાના ભક્તોનું ખોટું નથી કરી શકતા. હવે તમે જ બતાવો કે આ શ્રધ્ધા છે કે અંધશ્રધ્ધા ?.. આ માટે તમારા મંતવ્યો અમને જરૂરને જરૂર મોકલો...