માણસના શરીરમાં માતાનો વાસ

શુ કોઈ માણસના શરીરમાં માતા આવી શકે છે. શુ કોઈ માણસ દેવતાનું રૂપ ધારણ કરીને અંગારાઓ પર ચાલી શકે છે. તો આવો આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તેમને લઈ જઈએ છીએ થોડાક એવા લોકોની પાસે જેમનો દાવો છે કે માતા તેમના શરીરની અંદર પ્રવેશીને ભક્તોનું ક્લ્યાણ કરે છે અને તેમના દુખડા દુર કરે છે.

તો આવો અમે તમને મધ્યપ્રદેશના ઈંદોરમાં લઈ જઈએ... અહીંયા એક દુર્ગા માતાના મંદિરમાં આરતી શરૂ થતાની સાથે જ અમુક મહિલાઓમાં માતા તો અમુક પુરૂષોમાં માતાના વાહનો વાઘ કે કાળભૈરવ પ્રવેશ કરે છે. અને તેઓ વિચિત્ર રીતે વ્યવહાર કરતાં પોતે પણ માતાની આરાધના કરે છે. અને માતાના રૂપે ભક્તોને આશીર્વાદ આપે છે. આ લોકોની અંદર માતા જ્યારે શરીરમાં આગમન કરે છે તે વખતે તેમનું જનુન એટલી હદ સુધી હોય છે કે તેઓ સળગતુ કપુર લઈને પોતાની જીભ પર મુકી દે છે. તો થોડાક લોકો આ સળગતા કપુરને હાથમાં લઈને આરતી ઉતારે છે.

W.D
એટલું જ નહી પરંતુ માતાના વાઘ અને કાળભૈરવ ઘણાં લોકોના શરીરની અંદર પ્રવેશ કરી ચુક્યા હોય છે ત્યારે તેઓ અંદરો-અંદર મળીને નાચે છે , કુદે છે અને સળગતા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલે છે. આ આખા ઘટના દરમિયાન આજુબાજુમાં હાજર રહેલ ભક્તો પણ તેમની મદદ કરે છે. અને તમાશાનો ભાગ બનીને તેને માતાની આરાધનાનો માર્ગ માને છે.

શુ ખરેખર ભક્તોએ આ રીતે શરીરની અંદર પ્રગટ થનારી માતાની આરાધના કરવી તે આસ્થાનું પ્રતીક છે? શું માતા પોતાના ભક્તોના શરીરમાં પ્રવેશ કરે છે તે વાતને આપણે સાચી માની શકીએ કેપછી ભક્તોને પોતાની તરફ આકર્ષિત કરવા માટેની આ રીતે છે? તમે આ વિશે શું માનો છો? તો તમારા મંતવ્યો અમને જરૂર જણાવશો...