Birthday Vinod Khannaની એ 5 ફિલ્મો જેણે એક 'વિલન' ને હીરો બનાવી દીધો

મંગળવાર, 6 ઑક્ટોબર 2020 (09:52 IST)
હિન્દી સિનેમાને અનેક સુપર્હિટ ફિલ્મો આપનારા અને પોતાના અભિનયથી આ ફિલ્મી દુનિયામાં નવો કીર્તિમાન બનાવનારા હિન્દી સિનેમાના સિતારા વિનોદ ખન્ના હવે આપણી વચ્ચે રહ્યા નથી. છેલ્લા કેટલાક સમયથી તે કેંસર સામે લડી રહ્યા હતા. 70 વર્ષની વયમાં દુનિયાને અલવિદા કહેનારા આ અભિનેતા, રાજનેતાએ પોતાના દરેક કર્મક્ષેત્રમાં સક્રિયતાથી પોતાના પાત્ર ભજવ્યા. તેમની યાદમાં એક નજર તેમની ફિલ્મી યાત્રા પર 
 
એવુ કહેવાય છે કે વિનોદ ખન્નાના પિતા નહોતા ઈચ્છતા કે તેઓ ફિલ્મોમાં કામ કરે. જ્યારે તેમને પોતાની પ્રથમ ફિલ્મની ઓફર મળી અને તેમણે આ વાત પોતાના પિતાને બતાવી તો તેમના પિતા ખૂબ નારાજ થયા.  પિતાની નારાજગી એટલી હદ સુધીની હતી કે તેમને કહી દીધુ હતુ કે જો તે ફિલ્મોમાં ગયા તો તેમને ગોળીથી ઠાર કરવામાં આવશે. 
 
પણ મા નો પ્રેમ અને સાથ વિનોદ ખન્નાને હંમેશા મળ્યો. માતાએ પિતાને સમજાવ્યા અને વિનોદને બે વર્ષ સુધી ફિલ્મોમાં કિસ્મત અજમાવવાની તક મળી. તે પણ એ ધમકી સાથે કે નિષ્ફળ થતા બે વર્ષ પછી ઘરના વ્યવસાયમાં મદદ કરવી પડશે. 
 
પ્યારી મુસ્કાન વાળા વિનોદ ખન્નાએ પોતાના કેરિયરની શરોઆત એક હીરોના રૂપમા નહી પણ વિલનના રૂપમાં કરી. તેમણે 1968માં સુનીલ દત્તની ફિલ્મ મન કા મીત થી ફિલ્મોમાં પગ મુક્યો. 
 
 'મન કા મીત' 
1968માં મન કા મીત બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ. ત્યારબાદ તો વિનોદ ખન્નાએ ક્યારેય પાછળ વળીને જોયુ નહી. વિનોદ ખન્નાએ એક પછી એક અનેક સફળ ફિલ્મો કરી. પણ આ શાનદાર વ્યક્તિત્વવાળા અભિનેતાને ફિલ્મ આન મિલો સજના, મેરા ગાવ મેરા દેશ, સચ્ચા ઝૂઠા જેવી ફિલ્મો સુધી વિલેનના રોજ જ ઓફર થતા રહ્યા અને તેમને તેને ખૂબ સારી રીતે ભજવ્યા પણ. 
 
'મેરે અપને' 
વિનોદ ખન્નાને નિર્દેશક ગુલઝારની પ્રથમ ફિલ્મ મેરે અપને દ્વારા મળી. આ ફિલ્મમાં વિનોદ ખન્નાને મીના કુમારી સાથે કામ કરવાની તક મળી. 
 
1973માં ફિલ્મ 'અચાનક' 
આ સફળ ફિલ્મ પછી વિનોદ ખન્ના અને નિર્દેશક ગુલઝારની જોડીએ વર્ષ 1973માં ફિલ્મ 'અચાનક'  રજુ કરી. આ ફિલ્મ વિનોદ ખન્નાની અત્યાર સુધીની બધી ફિલ્મોમાં સૌથી સફળ ફિલ્મ રહી. આ ફિલ્મમાં ગુલઝારે એક પ્રયોગ કર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મનુ નિર્દેશન ભલે ગુલઝારે કર્યુ હોય પણ તેમા એક પણ ગીત નહોતુ. છતા પણ આ એક હિટ ફિલ્મ સાબિત થઈ. 
 
1974માં 'ઈમ્તિહાન' અને 'અમર અકબર એંથની' 
ત્યારબાદ વર્ષ 1974માં 'ઈમ્તિહાન' વિનોદ ખન્નાની એક વધુ સુપરહિટ ફિલ્મ બનીને આવી. અહીથી વિનોદે જે સફર શરૂ કર્યુ તેણે તેમને હિન્દી સિનેમાના મોટા કલાકારોમાં સામેલ કરવાની શરૂઆત હતી.  સફળતાના આ પગથિયા પર ચાલતા ચાલતા તેમણે 1977માં ફિલ્મ અમર અકબર એંથનીમાં પોતાના અભિનયનુ એટલુ શાનદાર પ્રદર્શન કર્યુ કે લોકો તેમના ફૈન થઈ ગયા.  આ જ વર્ષે તેઓ પરવરિશમાં પણ જોવા મળ્યા.  પણ જે કમાલ અમર અકબર એંથનીએ કરી બતાવ્યો એ પરવરિશ ન કરી શકી. 
 
1980માં ફિલ્મ 'કુર્બાની' 
ત્યારબાદ વર્ષ 1980માં ફિલ્મ 'કુર્બાની'એ તેમની સુપરહિટ ફિલ્મોની લિસ્ટમાં એક વધુ નામ જોડી દીધુ. ફિલ્મ 'અમર અકબર એંથની' ફિલ્મએ વિનોદ ખન્નાને એક નવી ઓળખ અપાવી. 
 
'ઈમ્તિહાન', 'મેરે અપને', 'મેરા ગાવ મેરા દેશ', 'અમર અકબર એંથની', 'લહુ કે દો રંગ', 'કુર્બાની', 'ઈનકાર', અને 'દયાવાન' જેવી ફિલ્મોમાં તેમના અભિનય માટે તેમને ઓળખવામાં આવે છે. અંતિમ સમયે વિનોદ ખન્ના વર્ષે 2015માં શાહરૂખ ખાનની ફિલ્મ દિલવાલેમાં જોવા મળ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર