સાનિયાને બનવુ છે વર્લ્ડ નંબર 1

બુધવાર, 29 ઑક્ટોબર 2014 (10:15 IST)
ડબલ્યુટીએ ટૂર ફાઈનલ્સનો ખિતાબ જીતી વર્ષનો સફળ અંત કરનારી ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાનુ લક્ષ્ય આગામી સત્રમાં દુનિયાની નંબર એક યુગલ ખેલાડી બનવાનું છે. સાનિયાએ કહ્યુ. આ સત્ર શાનદાર રહ્યુ. લોકો મારી પાસેથી ઘણી અપેક્ષા રાખે છે અને મારે માટે પ્રાર્થના કરે છે. હુ હવે મારા લક્ષ્યના નિકટ પહોંચી રહી છુ. જે વિશ્વમાં નંબર એક ખેલાડી બનવાનુ છે. મે આ વર્ષે ગ્રેડસ્લેમ જીત્યુ અને ડબલ્યુટીએ ચેમ્પિયનશીપ જીતી. આ મારા લક્ષ્ય હતા. તેથી હુ હવે નંબર એક બનવાની કોશિશ કરીશ. આશા છે એક આવતા વર્ષે આવુ થશે.  
 
સાનિયાએ જીમ્બાબવેની કારા બ્લેક સાથે મળીને પ્રતિષ્ઠિત ડબલ્યુટીએ ટૂર ખિતાબ જીતી. તેણે યુએસ ઓપનમાં મિશ્રિત યુગલ ખિતાબ જીતવા ઉપરાંત એશિયાઈ રમતોમાં મિશ્રિત યુગલમાં સુવર્ણ પદક મેળવ્યો. તેણે કહ્યુ કે આ વર્ષે તેણે માટે અવિશ્વસનીય રહ્યુ. 
 
સાનિયાએ કહ્યુ.. સત્રનો આ રીતનો અંત કરવો ખૂબ સારો રહ્યો. અસલમાં મેં એ મેળવ્યુ જે કોઈ પણ ટેનિસ ખેલાડી એક વર્ષમાં મેળવવા માંગે છે. મેં ગ્રેંડસ્લેમ જીત્યો. એક સુવર્ણ પદક મેળવ્યો અને વર્ષના અંતમાં મોટી ચેમ્પિયનશીપ જીતી. 
 

વેબદુનિયા પર વાંચો