વિંબલડન મહિલા ડબલ્સ જીતનારી પ્રથમ મહિલા બની સાનિયા મિર્ઝા

સોમવાર, 13 જુલાઈ 2015 (10:47 IST)
ભારતની સાનિયા મિર્ઝા અને સ્વિટજરલેંડની માર્ટિના હિંગિસની જોડીએ શનિવારે વિંબલડન મહિલા ડબલ્સનો ખિતાબ જીતી લીધો. સાનિયા અને હિંગિસની જોડીએ ફાઈનલ મેચમાં રૂસી જોડી એકાતેરીના માકારોવા અને એલેના વેસનિનાની જોડીને 5-7, 7-6 (4) અને 7-5થી હરાવ્યુ. 
 
આ જીત સાથે સાનિયાએ પહેલીવાર મહિલા ડબલ્સ ગ્રૈંડ સ્લેમ ખિતાબ પોતાને નામે કર્યો છે. આ કામ સફળતા મેળવનારી સાનિયા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.  આ પહેલા સાનિયાએ મિક્સ્ડ ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન, ફ્રેંચ અને યૂએસ ઓપનનો ખિતાબ જીત્યો છે. 
સાનિયા-માર્ટિના હિંગિસની વિજેતા જોડીએ 5.47 લાખ ડોલર ઈનામી રાશિ મળી. 

વેબદુનિયા પર વાંચો