બર્થડે સ્પેશ્યલ - સાનિયા નેહવાલનો જન્મ થયો ત્યારે તેની દાદી ખુશ નહોતી !!

મંગળવાર, 17 માર્ચ 2015 (17:24 IST)
આજે ભારતની લાડલી અને હોનહાર પુત્રી સાયના નેહવાલનો જન્મ દિવસ છે. દેશના સવા સો કરોડ વસ્તીની આદર્શ સ્સાયનાએ આજે પોતાના જીવનના 25 વર્ષ પુરા કરી લીધા છે. આજે સાયનાએ પોતાના રમતથી દેશનુ નામ રોશન કરવા ઉપરાંત લોકોને બતાવી દીધુ છે કે મહેનત અને દ્રઢ ઈચ્છાશક્તિથી કોઈપણ સામાન્ય વ્યક્તિ ખાસ બની શકે છે. 
 
- ભવિષ્યમાં પોલિટિક્સમાં જવા માંગતી સાયના નેહવાલ આવો આવો સાયનાના જન્મદિવસ પર અમે તમને બતાવીએ તેમના વિશે ખાસ વાતો.. 
 
- સાયના લંડન ઓલિમ્પિક 2012માં મહિલા એકલ વર્ગની કાંસ્ય પદક વિજેતા રહી અને આવુ કરનારી તે પ્રથમ ભારતીય મહિલા બેડમિંટન ખેલાડી અહી છે. 
 
- વર્ષ 2010 સાયનાના કેરિયરનો ગોલ્ડન ટાઈમ રહ્યો છે. કારણ કે આ વર્ષે તેણે સિંગાપુર સુપરશ્રેણી, ઈંડોનેશિયા સુપરશ્રેણી, હોંગકોંગ સુપરસીરિઝ ઉપરાંત ઈંડિયા ગ્રા.પી. ગોલ્ડ જીત્યો અને એશિયન ચેમ્પિયનશીપના મહિલા એકલ વર્ગમાં કાંસ્ય પદક વિજેતા બની હતી.  
 
- વર્ષ 2010માં જ રાષ્ટ્રમંડળ રમતોમાં સાયનાએ મહિલા એકલ વર્ગનો સુવર્ણ પદક જીત્યો હતો. 
 
- સાઈના આજે ભારતના ટોપ 5 એંડોર્સમેંટમાંથી એક છે.  એ મોટી મોટી કંપનીઓ જેવી કે Yonex,ઈંડિયન ઓવરસીઝ બેંકની બ્રાંડ એંબેસેડર છે. 
 
- સાયનાનુ સપનુ હતુ કે તે સુખોઈમાં ઉડાન ભરે અને એ સપનુ વાયુસેનાએ પુરૂ કરી દીધુ.  આવુ કરનારી તે પ્રથમ ભારતીય મહિલા બેડમિંટન ખેલાડી રહી છે.  
 
- ઓલંપિક રમતોમાં બેડમિંટનમાં ભારતને પ્રથમ પદક અપાવનારી સાયના આ સમયે રૈકિંગમાં બીજા સ્થાન પર છે.  સાયનાની રૂચિ પણ આ રમત પ્રત્યે વધી ગઈ. 
 
- સાયના ભારતના સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થઈ ચુકી છે. 
 
- સાયના માટે સફળતાનો મંત્ર છે એવા સપનાને જોવા જે સજીવ થઈ શકે છે અને એ માટે રાત દિવ્સ અનુશાસનમાં રહીને મહેનત કરવી. 
 
- સાયનાની દાદી પૌત્ર ઈચ્છતી હતી અને તેને કારણે તે પૌત્રી થતા ખુશ નહોતી થઈ. આ વાતથી નારાજ સાયનાની દાદીએ થોડા મહિનાઓ સુધી સાયનાનો ચેહરો પણ નહોતો જોયો. 
 
હાલ તેમના જન્મદિવસ પર અમે ફક્ત એટલુ જ કહેવા માંગીએ છીએ કે .. 
 
સાયના નેહવાલ .. તૂ શાન છે.. તુ માન છે.. 
તુ દેશનુ અભિમાન છે... 
તને અમારી સલામ છે.. 
જન્મદિવસની શુભેચ્છા... 
 

વેબદુનિયા પર વાંચો