અમેરિકી એમટીવી સ્ટાર એરિક રોનરની સ્કાઈ ડ્રાઈવિંગ દરમિયાન મોત થઈ ગયુ. દુર્ઘટના સોમવારે કૈલિફોર્નિયાની ઓલિમ્પિક વૈલીમાં બની. 39 વર્શના એરિક સેલિબ્રિટી ગોલ્ફ ટૂર્નામેંટ પહેલા બે મિત્રો સાથે ડ્રાઈવિંગ કરી રહ્યા હતા. બંને મિત્રો તો નવમા હોલના નિકટ સેફ લૈંડિગ કરી. પણ ઝડપથી નીચે આવી રહેલ એરિક ઝાડ સાથે અથડાયા અને 30 ફીટની ઉંચાઈ પર ફસાય ગયા. 40 મિનિટ અચેત લટકી રહ્યા. ત્યારે જઈને ઈમરજેંસી ક્રૂ પહોંચી. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ કહ્યુ કે એરિકનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ચુક્યુ હતુ. કદાચ ઝાડ પર જ.
ઈમરજેંસી વ્યવસ્થા નહોતી
રોનરના મિત્ર રૉય ટસ્કૈનીએ જણાવ્યુ, "ગોલ્ફ કોર્સ પર કટોકટીની સ્થિતિનો સામનો કરવાની કોઈ વ્યવસ્થા નહોતી. દુર્ઘટનાની પરિસ્થિતિના નિષ્ણાત ત્યા કોઈ વ્યક્તિ નહોતુ. આ આશ્ચર્યજનક અને દુખદ પણ.. પણ સત્ય છે" ટસ્કૈની શો દરમિયાન ત્યા હાજર હતા.