સાઈ વોટર સ્પોર્ટ્સ સેંટરમાં શારીરિક શોષણ પછી 4 મહિલા એથલીટે ઝેર ખાધુ, 1નું મોત

ગુરુવાર, 7 મે 2015 (14:47 IST)
સાઈ ના વોટર સ્પોર્ટ્સ સેંટરમાં ટ્રેનિંગ કરી રહેલ ચાર મહિલા એથલીટોએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જેમાથી એક 15 વર્ષીય ખેલાડીનું મોત થઈ ચુક્યુ છે. જ્યારે કે ત્રણ અન્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઝેર ખાવાનું કારણ સીનિયર્સ દ્વારા ઉત્પીડન કરવાનું બતાવ્યુ છે. 
 
પોલીસે ઘટનાની માહિતી આપતા કહ્યુ, 'મામલો બુઘવાર સાંજનો છે. લગભગ 3 વાગ્યે આ છોકરીઓએ સાઈ મહિલા છાત્રાલયમાં 'ઓથાલાંગા' નામનુ ઝેરીલુ ફળ ખાધુ. આ ફળની અસરથી જ્યારે તે બેહોશ થઈ ગઈ તો સાંજે 7 વાગ્યાની આસપાસ તેમને અલપુઝા મેડિકલ કોલેજ લઈ જવામાં આવી. જ્યા તેમનામાંથી એકનું મોત થઈ ગયુ. 
 
ખેલ મંત્રીએ તપાસનો આદેશ આપ્યો 
 
ખેલ મંત્રાલયે આ મામલાની તપાસનો આદેશ આપતા સાઈના ક્કોઈ અધિકારીના દોષી જોવા મળતા કડક પગલા લેવાનું વચન આપ્યુ.  ખેલ મંત્રાલયે મામલાની તપાસનો આદેશ આપવાની સાથે જ સાઈ મહાનિદેશક ઈંજેતી શ્રીનિવાસને કેરલ રવાના કરી દીધી છે. 
 
ખેલ મંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યુ, 'હુ કેરલમાં થયેલી આ ઘટનાથી ખૂબ દુખી છુ. જે યુવતીનુ મોત થયુ છે એ ખૂબ પ્રતિભાશાળી ખેલાડી હતી. આ દેશ સાઈ અને રમત જગત માટે મોટુ નુકશાન છે. હુ શોકાકુલ પરિવારને સાંત્વના આપુ છુ અને દરેક શક્ય મદદનું વચન પણ.  તેમણે કહ્યુ ત્રણ યુવતીઓની સારવાર ચાલી રહી છે. હુ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરુ છુ. તેને સર્વશ્રેષ્ઠ ઉપચાર સુવિદ્યાઓ પુરી પાડવામાં આવશે. 
 
તેમણે આગળ કહ્યુ, 'કાયદો પોતાનુ કામ કરશે પણ હુ એ જ કહેવા માંગુ છુ કે જો ભારતીય રમત પ્રાધિકરણ(સાઈ)થી કોઈ પણ દોષી જોવા મળ્યા તો તેમના વિરુદ્ધ ચુસ્ત પગલાં લેવામાં આવશે.' રમત મંત્રીએ કહ્યુ સ્થાનીક પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મે સાઈ ડીજીને ઘટના સ્થળ પર જઈને રિપોર્ટ મને આપવાનુ કહ્યુ છે. હુ તેમને વિશેષ રૂપે કહ્યુ કે ત્રણ યુવતીઓની સર્વશ્રેષ્ઠ સારવાર કરાવે. 
 
સીનિયર્સ કરી રહ્યા હતા શારીરિક શોષણ ! 
 
આ યુવતીઓ પુન્નામદાના નિકટ સાઈ વોટર સ્પોર્ટ્સ સેંટરમાં ટ્રેનિગ લઈ રહી હતી. તેમના પરિવારજનોએ જણાવ્યુ કે કેટલક સીનિયર્સ તેમનું શારીરિક શોષણ અને માનસિક શોષણ કરી રહ્યા હતા. જો કે હોસ્ટેલની મહિલા વોર્ડને આ બધા આરોપોનું ખંડન કરતા કહ્યુ કે યુવતીઓની હાલતની માહિતી તેમને ત્યારે ખબર પડી જ્યારે તે બેહોશ થઈ ગઈ. તેમણે કહ્યુ, 'હોસ્ટલમાં કોઈએ તેમનું શોષણ નથી કર્યુ. '
 
મૃત મહિલા એથલીટના પરિવારના લોકોએ આ મામલાની તપાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યુ કે જ્યા સુધી દોષીઓ પર મામલો નોંધવામાં નહી આવે ત્યા સુધી તેઓ યુવતીઓનો અંતિમ સંસ્કાર નહી કરે અને સાથે જ નેશનલ હાઈવેને બ્લોક પણ કરી દેશે. 
 
ઘટનાને લઈને સાઈના ડાયરેક્ટર જનરલ ઈંજેતિ શ્રીનિવાસે કડક પગલાં લેવાનું આશ્વાસન આપ્યુ છે.  

વેબદુનિયા પર વાંચો