રિયોમાં દેવેન્દ્ર ઝાઝરિયાએ જીત્યો ગોલ્ડ, ભારતને મળ્યા કુલ 4 પદક

બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (14:42 IST)
રિયો પૈરાલંપિકમાંથી ભારત માટે સારા સમાચાર છે. ભારતે પૈરાલંપિકમાં એક વધુ પદક મેળવી લીધો છે. આ હરીફાઈમાં દેવેન્દ્ર ઝાઝરિયાએ ભાલા ફેંકમાં ગોલ્ડ જીતી લીધો છે.  પૈરાલંપિકમાં આ તેમનો બીજો ગોલ્ડ છે.  આ સાથે જ પૈરાલંપિકમાં ભારતના કુલ પદકોની સંખ્યા 4 થઈ ગઈ છે. જેમા 2 ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોંઝ છે. 
 
રિયો પેરાલિમ્પિકસ ૨૦૧૬માં ભારતને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે. કારણ કે ભારતના દેવેન્દ્ર ઝાઝરિયાએ સુવર્ણ જીતી જવામાં સફળતા મેળવી છે. પુરૂષોના જૈવલીન થ્રી એફ 46 ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર 35 વર્ષીય દેવેન્દ્ર રાજસ્થાનના તુરૂના નિવાસી છે. દેવેન્દ્રના આ મેડલની સાથે જ ભારતે આ ઓલિમ્પિકમાં હજુ સુધી ચાર મેડલ જીતી લીધા છે. જેમાં જે સુવર્ણનો સમાવેશ થાય છે. એક સિલ્વર પણ ભારતે જીતી જવામાં સફળતા મેળવી છે. ઝાઝરિયાએ વર્ષ 2004માં એથેન્સમાં પેરાલિમ્પિક ગેમ્સ, 2002માં સાઉથ કોરિયામાં થયેલા ગેમ્સ અને વર્ષ 2013માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીતી જવામાં સફળતા મેળવી હતી. આ ઉપરાંત તે આ જ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતી જવામા સફળ રહ્યો હતો. બીજી બાજુ વર્ષ 2014માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી જવામાં સફળતા મેળવી હતી. આવી જ રીતે વર્ષ 2013માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીતવામાં આવેલા ગોલ્ડને પ્રથમ ગણવામાં આવે છે. ઝાઝરિયાના માર્ગમાં અનેક આર્થિક અડચણો આવી હતી. પરંતુ તે સતત હિમ્મત હાર્યા વગર આગળ વધતો ગયો હતો. આ વર્ષે એક અગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં તેણે કહ્યુ હતુ કે તે આઠ અથવા તો નવ વર્ષનો હતો ત્યારે વિજ કંરટ લાગવાના કારણે તેના હાથને નુકસાન થયુ હતુ. જેના કારણે તેના જમણા હાથને કાપી નાંખવાની ફરજ પડી હતી.
 
   રેલવેના પૂર્વ કર્મચારી ઝાઝરિયા હવે સ્પોર્ટસ ઓથોરિટી ફ ઇન્ડિયાની સાથે કામ કરી રહ્યો છે. ઝાઝરિયાને દ્રોણાચાર્ય એવોર્ડ  વિજેતા આરડી સિંહ કોંચિંગ આપેછે. રિયોમાં ભારતના શાનદાર દેખાવના કારણે ભારતીય ચાહકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. વિકલાગતાને પછડાટ આપીને હાલમાં મયપ્પને ઇતિહાસ રચ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો