મનુ, મનિકા અને મેરી - ભારતની પોતાની સુપરગર્લ્સ

સોમવાર, 16 એપ્રિલ 2018 (17:24 IST)
કઠુઆમાં થયેલ ઘટના હોય કે ઉન્નવ.. છેલ્લા કેટલક દિવસોથી ગલી ચાર રસ્તા પર આ જ કેટલાક નામોની ચર્ચા છે. આઠ વર્ષની ઘોડેસવારી કરનારી એ બાળકી જેની બળાત્કાર પછી હત્યા કરવામાં આવી.  ખબર નહી એ નાનકડી બાળકીએ મોટા થઈને શુ બનવાનુ સપનુ જોયુ હશે... 
 
એક બાજુ જ્યા આખા દેશમાં સ્ત્રીઓની સ્થિતિ જોઈને માહોલ ગમગીન બન્યો છે તો બીજી બાજુ હજારો મીલ દૂર ઓસ્ટ્રેલિયામાં કૉમનવેલ્થ ગેમ્સમાં પોતાના સારા પ્રદર્શનને લઈને ભારતીય મહિલાઓને જોઈને આશાની એક કિરણ જરૂર જોવા મળે છે. 
 
એક બાજુ જ્યા 16 વર્ષની શૂટર મનુ ભાખરે પોતાના પ્રથમ જ રાષ્ટ્રમંડળ રમતમાં 10 મીટર એયર પિસ્ટલમાં ગોલ્ડ જીત્યો તો બીજી બાજુ તેનાથી લગભગ બમણી વયની બોક્સર મેરી કૉમે 35 વર્ષની વયમાં ગોલ્ડ કોસ્ટમાં પ્રથમ કૉમનવેલ્થ મેડલ જીત્યો. 
 
મહિલાઓની અડધી વસ્તી છે... 
 
બાળપણમાં પંજાબી ગાયક ગુરદાસ માનનુ એક ગીત હતુ જે ખૂબ સાંભળ્યુ હતુ.. દિલ હોના ચાહિદા જવાન, ઉમ્રા ચ કી રખિયા" મતલબ દિલ જવાન હોવુ જોઈએ. વયમાં શુ રાખ્યુ છે હવે વિચારીને લાગે છેકે જેવા બોલ મેરી કૉમ માટે જ લખ્યા હશે. 
ઓસ્ટ્રેલિયામાં થયેલ રાષ્ટ્રમંડળ રમતમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા જેમા 26 ગોલ્ડ મેડલ છે. 
 
જો મહિલાઓ અડધી વસ્તી છે તો પદકોમાં પણ લગભગ અડધા પદક મહિલાઓએ જીતાડ્યા છે. 13 ગોલ્ડ પુરૂષોએ 12 ગોલ્ડ મહિલાઓએ અને એક ગોલ્ડ મિક્સ વર્ગમાં. 
 
40 કિલોમીટરની સાઈકલ દોડ 
 
મણિપુરથી લઈને વારાણસીની ગલિયો અને ઝજ્જરના ગામ સુધીથી આવનારા આ બધા ખેલાડીઓના સંઘર્ષની પોતાની જુદી સ્ટોરી છે.  કોઈ ગરીબી રેખાને પાર કરતા અહી સુધી પહોંચી છે તો કોઈ પોતાના દમ પર જેંડરના બધ આ પૂર્વાગ્રહોને તોડતા આગળ વધી છે. 
 
ગોલ્ડ કોસ્ટમાં પહેલા જ દિવસે ભારતને પ્રથમ મેડલ અપાવનારી વેટલીફ્ટર મીરાબાઈ ચાનૂ રોજ લગભગ 40 કિલોમીટર સાઈકલ ચલાવીને ટ્રેનિંગ કરવા જતી હતી.  લોખંડના વાર નહોતા મળતા તો વાંસના વારથી જ પ્રેકટિસ કરતી હતી. 
 
બીજી બાજુ મણિપુરના એક ગરીબ પરિવારમાં જન્મેલી મેરી કૉમે જ્યારે બોક્સર બનવાનુ નક્કી કર્યુ તો છોકરાઓ તેના પર હસતા હતા. મહિલા બૉક્સર જેવો કોઈ શબ્દ તેમની ડિક્શનરીમાં કદાચ હતો જ નહી. 
 
એટલુ જ નહી તેના પોતાના માતા-પિતાને જ ચિંતા હતી કે બોક્સિંગ કરતા આંખ કાન ફૂટી ગયા તો લગ્ન કોણ કરશે. 
 
પુરૂષોની રમત છે પહેલવાની 
 
મણિપુરથી આવનારી મેરી કૉમ અને સરિતા દેવી જેવી બોક્સરોએ અહી વરસોથી પોતાના ભાગની લડાઈ લડી છે. બીજી બાજુ હરિયાનાના ગામ-મોહલ્લામાં જુદી જ દંગલ ચાલતી હતી. ટીશર્ટ અને શોર્ટ્સ પહેરીને પુરૂષોની રમત પહેલવાની કરતી છોકરીઓ... 
 
કાંસ્ય પદક જીતનારી 19 વર્ષની દિવ્યા કાકરને તો બાળપણમાં ગામે ગામ જઈને યુવકો સાથે દંગલ કરતી કારણ કે છોકરાઓ સામે લડવાના વધુ પૈસા મળતા. 
બદલામાં ગામના લોકોના મહેણા જરૂર મળતા પણ દિવ્યને મળનારુ સોનુ અને કાંસાનુ પદકે હવે તેમના મોઢા બંધ કરી નાખ્યા છે. 
 
ફોગટ બહેનોથી થઈને આ યાત્રા સાક્ષી મલિક સુધી પહોંચી 
 
એક ઈંટરવ્યુમાં સાક્ષી જણાવે છે કે જયારે તેણે કુશ્તી શરૂ કરી તો હરીફાઈમાં રમવા માટે તેની સાથે છોકરીઓ રહેતી જ નહોતી. 
 
 
પદક નહી આશાઓનો ભાર... 
 
બીજી બાજુ વારાણસીની પૂનમ યાદવે જ્યારે 69 કિલોગ્રામ વર્ગમાં 222 કિલોગ્રામ ઉઠાવીને કૉમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યુ તો તે એક રીતે પોતાના પરિવારની આશાઓનો ભાર પોતાના ખભા પર લઈને ચાલી રહી હતી.  ત્રણ બહેનો.. ત્રણેય વેટલિફ્ટર બનવા માંગતી હતી પણ પિતાની આર્થિક ક્ષમતા એટલી જ હતી કે તેઓ ફક્ત એક જ પુત્રીનો ખર્ચ ઉઠાવી શકતા હતા. 
 
22 વર્ષની પૂનમની જેમ મહિલા ખેલાડીઓના બહાદુરી અને હોંસલાના કિસ્સા ભર્યા પડ્યા છે. 
કૉમનવેલ્થના ઈતિહાસમાં ભારતને મહિલા ટેબલ ટેનિસમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યા પછી એક બીજાને વળગેલી ખેલાડીઓની તસ્વીર જાતે જ ઘણુ બધુ કહી જાય છે. 
 
આ મહિલાઓએ પણ મેડલ જીત્યા છે, રેકોર્ડ પણ બનાવ્યા.. 
 
પરિવારનો સારો સાથ 
 
મનુ ભાખર અને તેજસ્વિની સાવંતે નિશાનેબાજીમાં રાષ્ટ્રમંડળ રેકોર્ડ બનાવ્યો તો 22 વર્ષની મનિક અબત્રા ટેબલ ટેનિસમાં સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની. 
 
મનિકાએ ભારતને એક નહી ચાર ચાર મેડલ અપાવ્યા. પુરૂષવાદી સમાજ અને વિચાર તો આજે પણ રમતના મેદાન અને બહાર હાવી છે.  પહેલા કરતા મેદાન પર ઉતરનારી મહિલાઓના ઘરે પહેલા કરતા વધુ સમર્થન મળી રહ્યુ છે. 
 
17 વર્ષની મેહુલી ઘોષે ગોલ્ડ કોસ્ટમાં શૂટિંગમાં રજત પદક જીત્યો છે પણ તેમના માતા પિતાએ ત્યારે તેનો સાથ આપ્યો જ્યારે તે એક દુર્ઘટના પછી 14 વર્ષની વયમાં ડિપ્રેશન સામે લડી રહી હતી. 
પોતાની પુત્રીના હુનરને ઓળખતા મેહુલીના માતા પિતા તેમના પૂર્વ ઓલંપિક ચૈમ્પિયન જયદીપ કરમાકર પાસે લઈ ગયા. આ મેહુલીના જીવનનો ટર્નિંગ પોઈંટ હતો. 
 
તોદી નાખ્યા બધા બંધન - 17 વર્ષની મનુ ભાખરના પિતાએ તો પુત્રી માટે મરીન એંજિનિયરની પોતાની નોકરી છોડી દીધી અને મનુની માતા સુમેધા સાથે મળીને શાળા ચલાવે છે. 
 
જે દિવસે મનુ જન્મી એ દિવસે માતાનુ સંસ્કૃતનુ પેપર હતુ પણ તે પેપર આપવા ગઈ. આ હિમંતથી લડવાનો હોંસલો સુમેઘાએ પોતાની પુત્રીને પણ શિખવાડ્યો છે. 
 
બીજી બાજુ વર્ષ 2000ની એ ઘટના યાદ આવે છે જ્યારે મહારાષ્ટ્રની શૂટર તેજસ્વિની સાવંત ઉમ્દા વિદેશી રાઈફલ માટે પૈસા નહોતા.. અને તેના પિતાએ પુત્રી માટે એક એક દરવાજો ખખડાવ્યો હતો. 
 
અને જ્યારે મેરી કૉમના પુત્રના દિલનુ ઓપરેશન હતુ ત્યારે તેના પતિએ જ પુત્રને સંભાળ્યો હતો જેથી તે ચીનમાં એશિયા કપમાં રમે અને જીતીને આવે. આ બધી મહિલા ખેલાડીઓએ પણ પોતાના હોંસલા અને હિમ્મતથી મોટી મોટી મુશ્કેલીઓને માત આપી પછી એ પૈસાની તંગી હોય કે ખરાબ સુવિદ્યાઓ.. 
 
ભારતની વંડરવુમન 
 
સાઈના નેહવાલ અને પીવી સિંધુને ભલે બાળપણથી જ સારી ટ્રેનિંગની સુવિદ્યાઓ મળી પણ કંઈક કરવાની આગ તેમણે બૈડમિંટનમાં ઊંચાઈઓ સુધી લઈ ગઈ. 
 
જે દેશમાં સ્કવૈશને સારી રીતે સમજનારા લોકો પણ ન હોય ત્યા દીપિકા પાલિકલ અને જોશના ચિનપ્પાએ રાષ્ટ્રમંડળમાં સતત બીજી વાર પદક જીતીને બતાવ્યો છે. 
 
અહી પૂર્વ ઓલંપિક ચેમ્પિયન કર્ણમ મલેશ્વરીની એ વાત યાદ આવે છે જ્યારે તેમણે કહ્યુ હતુ કે વિચાર કરો કે જો રોજ 40 કિલોમીટર સાઈકલ ચલાવીને, ભરપૂર જમ્યા વગર જો એક મીરાબાઈ ચાનૂ અહી સુધી પહોંચી છે તો વિચાર કરો આપણે બધી સગવડો આપીએ તો કેટલી મોટી મીરાબાઈ જન્મી શકે છે. 
 
મેરી કૉમ જેવી ખેલાડી તો અત્યારથી જ આ સપનાને સાકાર કરવામાં લાગી છે કે - તેનુ સપનુ ઓછામાં ઓછી 1000 મેરી કૉમને ઉભી કરવાનુ છે. 
રમવાનો નિર્ણય - તેમાથી કોઈ હિના સિદ્ધૂ ડેંટલ સર્જન પણ છે તો ક્રિકેટ ટીમનો ભાગ શિખા પાંડે ફ્લાઈટ લેફ્ટિનેટ પણ અને અનેક વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. 
 
અને આ મહિલા ખેલાડી બિંદાસ રૂપે પોતાના સ્ટાઈલમાં રમતી જ નહી પણ મેદાન બહાર પણ બિંદાસ એ જ કરે છે જે તે કરવા  માંગે છે. 
 
પછી તે સાનિયા મિર્જા જે પોતાની પસંદના કપડા પહેરીને રમવાનો નિર્ણય હોય કે પહેલવાન દિવ્યા ગામના છોકરાઓ સાથે દંગલ કરી પોતાની ધાક જમાવવાની વાત હોય. 
 
કે પછી સ્ક્વૈશ ચેમ્પિયન દીપિકા પાલિકલનો નિર્ણય કે જ્યા સુધી મહિલાઓ અને પુરૂષોને કે જેવી ઈનામી રકમ નહી મળે તે નેશનલ ચેમ્પિયનમાં નહી રમે. આ ભારતની પોતાની વંડરવુમેન છે જેમણે મેચ જ નહી અનેક લોકોના દિલ પણ જીત્યા છે... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર