ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ પોઈન્ટ ટેબલમાં હાલ 10મા ક્રમે, કરો યા મરોની રણનીતિ અપનાવશે

શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (18:40 IST)
પ્રો કબડ્ડી લીગની સિઝન-7માં  ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ પ્લે-ઓફ સુધી પહોંચવા માટે ભારે સંઘર્ષ કરી રહે છે, પરંતુ કોચ મનપ્રીત સિંઘના ખેલાડીઓએ હજૂ હિંમત ગુમાવી નથી. અને છેલ્લી મેચ સુધી રમી લેવા માટે કટિબધ્ધ છે. જાયન્ટસની ટીમ પોઈન્ટ ટેબલમાં હાલ 10મા ક્રમે છે અને હવે શનિવારે છેક છેલ્લા ક્રમે રહેલી તમિલ થલાઈવાઝ અને રવિવારે હાલમાં સારૂ ફોર્મ ધરાવતી હરિયાણા સ્ટીલર્સ ટીમ સાથે ટકરાશે. જાયન્ટસ પ્લેઓફફ સુધી પહોંચવા માટે કરો યા મરોની રણનીતિ અપનાવશે.
 
પ્રો કબડ્ડી લીગની અગાઉની બંને સિઝનમાં ફાયનલ સુધી પહોંચેલી આ જાયન્ટસ કોઈ કારણથી વર્તમાન સિઝનમાં સંઘર્ષ કરી રહી છે. સુનિલ કુમારની આગેવાની હેઠળની આ ટીમને  ટોપ-6 એટલે કે પ્લે-ઓફફમાં પહોંચવા માટે  હવે પછીની ચાર મેચ જીતી લેવાની  અને અન્ય ટીમમાં ટાઈ ઉભી થાય તેવી પરિસ્થિતિની જરૂર છે.
કોચ મનપ્રીત સિંઘ સ્વીકારે છે, કે આગળનો માર્ગ કઠીન છે. તેમનુ કહેવુ છે “સ્થિતિ કપરી છે પણ કશું અશક્ય નથી. અમારી પાસે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે, પરંતુ કમનસીબે ટીમ અપેક્ષા મુજબ રમત દાખવવામાં નિષ્ફળ નિવડી છે. ખેલાડીઓ સારી રમત રમ્યા છે, પરંતુ છેલ્લી કટોકટીભરી ક્ષણોમાં અમે કેટલીક મેચ ગુમાવી છે. આ બાબત અમારા માટે ભારે ચિંતાનો વિષય છે.” આવુ નિવેદન કહ્યા પછી મનપ્રીત સીંઘ કહ્યું હતું કે અન્ય ટીમની કમનસીબી અથવા રમત ગુમાવવાથી અમને ફાયદો થઈ શકે છે.
 
કોચ હવે પછીની તેમની યોજના અને ખરી 7 ખેલાડીનાં નામ ભાગ્યે જ જણાવતા હોય છે, પરંતુ જે ખેલાડીઓએ હરારાત્મક રમત દર્શાવી છે તેમને તક આપવાનો આગ્રહ રાખી રહ્યા છે. તેમણે એવો ઈશારો કર્યો છે કે તેમની ટીમ છેલ્લી 4 મેચમાં ડીફેન્સ યુનિટ  સહિત કેટલાક  પ્રયોગો કરશે. એવુ બની શકે છે કે અગાઉ જેમને તક મળી શકી નથી તેવા ખેલાડીઓને પ્રથમ 7 ખેલાડી તરીકે તક મળી શકે છે. વધુમાં સિંઘ એવી પણ આશા રાખી રહ્યા છે, કે તેમના હરિફો  તેમને હળવાશથી લેશે અને તેમના અતિશય આત્મવિશાવાસનો તેમને લાભ મળશે.
પોતાના હરિફો થલાઈવાઝ અને સ્ટીલર્સ અંગે વાત કરતાં કોચ મનપ્રીત સિંઘ જણાવે છે કે બંને સુસમતોલ ટીમ છે. થલાઈવાઝ સંઘર્ષ કરી રહી છે, પણ સ્ટીલર્સ સારી રમત રમી રહ્યા છે. “તમિલ થલાઈવાઝ પાસે રાહૂલ ચૌધરી  અને મનજીત છીલ્લર જેવા સારા ખેલાડી હોવા છતાં તે સંઘર્ષ કરી રહાયા છે. સાથે સાથે જાયન્ટસ બહેતર રમત દર્શાવવા માટે અને આવતીકાલની અને રવિવારની મેચ જીતવા માટે આશાવાદી છે. ”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર