સિલ્વર મેડલ જીતતા જ સિંધૂ પર પૈસાનો વરસાદ

શનિવાર, 20 ઑગસ્ટ 2016 (16:43 IST)
સ્ટાર ખેલાડી પીવી સિંધૂના રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા પછી તેના પર ઈનામોનો વરસાદ થઈ ગયો છે. જી હા આ સફળતા પછી હૈદરાબાદ ડિસ્ટ્રિક્ટ બેડમિંટન એસોસિએશનના પ્રેસિડેંટ વી ચામુંડેશ્વરનાથે તેમને BMW ભેટ આપવાનુ એલાન કર્યુ છે. આ પહેલા હરિયાણા સરકારે પહેલા જ ઈનામના રૂપમાં 4 કરોડ આપવાનુ એલાન કર્યુ હતુ. ત્યારબાદ હૈદરાબાદની રિયલ સ્ટેટ કંપનીઓએ પણ સિંધૂને ફ્લેટ્સ આપવાનુ એલાન કર્યુ છે. 
 
ચામુંડેશ્વરનાથે પહેલા જ એલાન કર્યુ હતુ કે આ વખતે તેલંગાના અને આંધ્રપ્રદેશથી જે પણ એથલિટ મેડલ લાવશે તેને તેઓ BMW ભેટ આપશે. તેમણે કહ્યુ મને ખુશી છે કે મે આ વખતે પીવી સિંધૂને ગિફ્ટ કરીશ. હુ તેમને સચિન તેંડુલકરના હાથે ગાડીની ચાવી અપાવીશ. ઉલ્લેખનીય છે કે 2012 ઓલિંપિકમાં સાઈના નેહવાલના બ્રોંઝ જીતતા પણ ચામુંડેશ્વરનાથે તેમને BMW ભેટમાં આપી હતી. 
 
આંકડામાં ઈનામ રાશિ 
 
1. હરિયાણા સરકર - 50 લાખ 
2. મધ્યપ્રદેશ સરકાર - 50 લાખ 
3. બેડમિંટન એસોસિએશન ઓફ ઈંડિયા - 50 લાખ 
4. રેલવે - 75 લાખ 
5. ઈંડિયન ઓલિમ્પિક એસોસિએશન - 30 લાખ 
6. ભારત સરકાર - 30 લાખ 
7. સલમાન ખાન - 1.01 લાખ રૂપિયા 
8. દિલ્હી સરકાર - બે કરોડ રૂપિયા 
9. નિસાન કંપની આપશે કારની ભેટ 

વેબદુનિયા પર વાંચો