All The Best India - રિયો ઓલિમ્પિકનો શુભારંભ, આજની હરીફાઈ..

શનિવાર, 6 ઑગસ્ટ 2016 (18:02 IST)
રિયો ઓલિમ્પિકનો રંગારંગ ઉદ્દઘાટન સમારોહ બ્રાઝીલના મારાકાના સ્ટેડિયમ ખાતે થયો હતો. ઉદ્દઘાટનમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બ્રાઝીલની સંસ્કૃતિ અને પરંપરાનું અનોખું પ્રદર્શન જોવા મળ્યુ હતું. રોશની, સંગીત અને નૃત્યથી બ્રાઝીલની રંગારંગ સંસ્કૃતિ અને વિવિધતાનો જશ્ન મનાવવામાં આવ્યો હતો.

   બિજીંગ ઓલિમ્પિકના ધ્વજ સાથે 28 રમતોમાં કુલ 306 સ્પર્ધાઓમાં ખેલાડીઓ ભાગ લેશે. કુલ 206 દેશોના 10 હજારથી વધુ એથ્લેટો રિયોમાં પોતાનું નસીબ અજમાવશે.

   ઓપનીંગ સેરેમનીમાં દુનિયાને ગ્લોબલ વોર્મીંગના કહેરથી બચાવવાનો સંદેશ આપ્યો હતો. 200થી વધુ દેશોના 10 હજારથી વધુ ખેલાડીઓ અને અધિકારીઓને રોપ ઉગાડવા આપવામાં આવ્યા છે. રિયોમાં કુલ 43 રમતોનું આયોજન થયુ છે. ઓલિમ્પિક ગેમ્સ 21 ઓગષ્ટ સુધી ચાલનાર છે. દક્ષિણ અમેરીકામાં સૌપ્રથમ વખત ઓલિમ્પિકનું આયોજન થયુ હતું.


આજની મેચ 
 
પ્રથમ મેચ ટેબલ ટેનિસ. પુરૂષમાં શરદ કમલ અને સોમ્યજીત ઘોષ પડકારશે. 
મહિલા ટેબલ ટેનિસ - મૌમા દાસ અને મોનિકા બત્રા  
સમય સાંજે 5.30 
 
નૌકાયાન પ્રતિયોગિતા 
સમય સાંજે 6 વાગ્યે. 
 
સાંજે 7વાગ્યે  10 મીટર રાઈફલમાં અપૂર્વી ચંદેલા અને આયોનિકા પોલ 
 
લિએંડર પેસ અને રોહન બોપન્નાની જોડી ટેનિસમાં સાંજે 7.15 મેદાન પર ઉતરશે. 
 
સાંજે 7.15 વાગ્યે જ સાનિયા અને સાનિયા અને પ્રાર્થના થોંબારેની વૂમન ડબલ્સની મેચ શરૂ થશે.  
 
પુરૂષ હોકી ટીમની પ્રથમ મેચ સાંજે 7.30 વાગ્યે આયરલેંડ વિરુદ્ધ રમાશે. 
પ્રથમ દિવસની અંતિમ હરીફાઈમાં 10 મીટર એયર પિસ્ટલમાં જીતૂ રાય પડકાર આપશે. 

વેબદુનિયા પર વાંચો