હોલેન્ડે ભારતને હરાવ્યું

ભાષા

શુક્રવાર, 12 જૂન 2009 (12:33 IST)
ભારતે અહીં જૂનિયર પુરુષ હોકી વિશ્વકપમાં હોલેન્ડના હાથે 2-3 થી હારનો સામનો કરવો પડ્યો. આ હારથી ભારત પર સ્પર્ધામાંથી બહાર નીકળી જવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

મિંક વાન ડેર વીર્ડનની હૈટ્રિકના કારણે ભારતને સમૂહ 'ડી' ના મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો. હવે આગામી રાઉન્ડમાં પહોંચવા માટે ભારતને શુક્રવારે યોજાનારા અંતિમ લીગ મુકાબલામાં પોલેન્ડને હરાવવું પડશે અને સાથે જ એ પણ દુવા કરવી પડશે કે, હોલેન્ડથી ન્યૂજીલેન્ડ હારી જાય.

વીર્ડનને મળેલા પેનલ્ટી કોર્નરનો પૂરો ઉપયોગ કર્યો અને 10 મી, 14 મી અને 52 મી મિનિટે ગોલ ફટકાર્યા. જ્યારે ભારત માટે મનદીપ અંતિલ (પાંચમાં), અને ઈનોસેંટ કુલ્લૂ (54 માં) ગોલ સ્કોરર રહ્યાં. આ જીત સાથે હોલેન્ડે ત્રણ મેચોની જીત સાથે આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન પાકુ કરી લીધું છે. સમૂહના બીજા સ્થાન માટે ભારત અને ન્યૂજીલેન્ડ વચ્ચે સંઘર્ષ રહેશે

વેબદુનિયા પર વાંચો