ભારતીય હોકી ટીમ ઈતિહાસ રચવા તરફ અગ્રેસર...36 વર્ષમાં પહેલીવાર ફાઈનલમાં

શુક્રવાર, 17 જૂન 2016 (17:11 IST)
ભારતીય પુરૂષ હોકી ટીમ ઈતિહાસ રચવા તરફ ડગ આગળ વધારતા 36મી હીરો ચેમ્પિયંસ ટ્રોફી હોકીના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો. જ્યા તેનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે થશે. બ્રિટન અને બેલ્જિયમની વચ્ચે 3..3 થી ડ્રો રહ્યા પછી ભારતે ખિતાબી હરીફાઈમાં સ્થાન બનાવ્યુ. 
 
6 દેશોના રાઉંડ રાબિન ટૂર્નામેંટની શરૂઆત પછી 36 વર્ષમાં ભારત પહેલીવાર ફાઈનલમાં પહોંચ્યુ છે. ભારત અત્યાર સુધી ફક્ત એક વાર 1982માં એમ્સટર્ડમમાં કાંસ્ય પદક જીતી શક્યુ છે.  ભારતે ફાઈનલમાં પ્રવેશ માટે બ્રિટનનો આભાર માનવો જોઈએ.  જેણે 2 ગોલથી પાછળ રહ્યા પછી અંતિમ લીગ મેચમાં બેલ્જિયમને 3..3 થી ડ્રો પર રોક્યુ.  આ અગાઉ ભારત અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાથી 2-4 થી હાર્યુ હતુ.
 
બ્રિટન અને બેલ્જિયમની મેચ ડ્રો થવાથી બંને રાઉંડ રોબિન લીગમાં ભારત પાછળ રહ્યુ. આનાથી ભારતને આજે રમાનારી ખિતાબી મેચમાં સ્થાન મળ્યુ. ઓસ્ટ્રેલિયા 5 મેચોમાં 13 અંક સાથે ટોચ પર રહ્યુ  જ્યારે કે ભારતના સાત અંક રહ્યા. . બ્રિટન હવે જર્મની સાથે કાંસ્ય પદક માટે મુકાબલો કરશે.  જેણે કોરિયાને 7-0થી હરાવ્યુ. બેલ્જિયમ 5માં સ્થાનના મુકાબલામાં કોરિયા સાથે રમશે.  ભારતને અંકોના આધાર પર પછાડવા માટે બ્રિટનને જીતની જરૂર હતી. જ્યારે કે બેલ્જિયમને 3 ગોલથી જીતવાનુ હતુ. 

વેબદુનિયા પર વાંચો