બેંગલુરુ સ્પર્ધામાં 'માનવીય ભાવના' ની જીત

ભાષા

ગુરુવાર, 3 ડિસેમ્બર 2009 (18:13 IST)
બેંગલુરૂમાં વિશ્વ રમત સ્પર્ધા 'ઇંટરનેશનલ વ્હીલચેયર એંડ એમ્પૂટી સ્પોર્ટ્સ' આઈડબ્લ્યૂએએસના સમાપન સાથે તેમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકો એ વાત પર સહેમત હતાં કે, સ્પર્ધામાં માનવીય ભાવનાની વિજય થઈ છે.

વિકલાંગોં માટે આયોજિત આ આઠ દિવસીય રમત સ્પર્ધાના સમાપન પર ઇંડિયન વ્હીલચેયર રગ્બી ટીમના કોચ રાજીવ વિરાટે આઈએએનએસથી કહ્યું કે, આ વાત કોઈ મહત્વ ધરાવતી નથી કે, કોણ જીત્યું અને કોણ હાર્યું. અંતત: જીત માનવીય ભાવનાની થઈ છે.

તૈરાક શરત ગાયકવાડે કહ્યું અહીં હાર અને જીત વધુ મહત્વ ધરાવતી નથી. અહીં આવેલા તમામ ખેલાડી મહાન અને અનોખા છે. તે બધારે સારું પ્રદર્શન કર્યું અને તમામ વિઘ્નો છતાં પણ ધૈર્ય અને સંકલ્પનો પરિચય આપ્યો.

વેબદુનિયા પર વાંચો