બર્નાડે તરણસ્પર્ધામાં વિશ્વરેકોર્ડ બનાવ્યો

ભાષા

શુક્રવાર, 24 એપ્રિલ 2009 (15:39 IST)
ફ્રાંસના ઓલિમ્પિક ચેમ્પિયન એલેન બર્નાર્ડ 46.94 સેકેંડમાં 100 મીટર ફ્રી સ્ટાઈલ તરણમાં નવો રેકોર્ડ બનાવી લીધો છે. જેની સાથે 47 સેકેંડથી ઓછા સમયમાં ટ્રેક પાર કરનાર પ્રથમ તરૂણ બની ગયા છે. બર્નાડે આ રેકોર્ડ ગઈકાલે ફ્રાંસની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં બનાવ્યો હતો.

બર્નાર્ડે ઓસ્ટ્રેલિયામા ઈમોન સુલીવનના રેકોર્ડને તોડ્યો છે જેણે બીજિંગ ઓલિમ્પિકમાં 47.05 સેકેંડની સાથે સુવર્ણ પદક જીત્યુ હતુ. આ ફ્રાંસીસી તરૂણે પોતાની કારકિર્દીમાં ચોથી વાર વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

જોકે હજી એ તપાસવાનું છે કે આ રેકોર્ડ માન્ય ગણાશે કે નહી કારણ કે બર્નાર્ડના એરેના કંપનીના સ્વિમ સૂટને હજી સુધી આંતરાષ્ટ્રીય તરૂણ મહાસંઘની સ્વીકૃતી મળી નથી.

વેબદુનિયા પર વાંચો