જો કે મેચનો પ્રથમ ગોલ શરૂઆતના મિનિટમાં જ ક્રોએશિયાના ખાતામાં ગયો. વગર મહેનતનો આ ગોલ ક્રોએશિયાને બ્રાઝીલી ખેલાડી માર્સ્લોની ભૂલથી મળ્યો. માર્સેલાનો પગ વાગતા બોલ બ્રાઝીલના જ ગોલ પોસ્ટમાં દાખલ થઈ ગયો. જેનાથી વર્લ્ડ કપનો પ્રથમ ગોલ ક્રોએશિયાના નામે થઈ ગયો. બ્રાઝીલના ઈતિહાસમાં આવુ પહેલીવાર થયુ છે કે કોઈ ખેલાડીએ જાતે પોતાની ટીમ વિરુદ્ધ ગોલ કર્યો.