ફીફા વર્લ્ડ કપ પર આતંકી ખતરો

ભાષા

સોમવાર, 31 મે 2010 (12:59 IST)
દક્ષિણ આફ્રીકામાં 11 જુનથી 2010નો ફીફા વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આ મહાકુંભમાં આતંકી ભય હેરાન કરી રહ્યો છે.

એક રિપોર્ટમાં આ ખતરાની આશંકા જાહેર કરી છે. સંડે ટાઈમ્સ સાપ્તાહિકે આતંકી મુદ્દાઓ પર અનુસંધાન સમુહ નેફા ફાઉંડેશનના રોનાલ્ડ સૈંડીના નિદેશકના હવાલાની જાણકારી આપી છે, પાકિસ્તાની અને સોમાલિયાઈ આતંકવાદી પડોશના મોજાંબિકમાં આતંકી પ્રશિક્ષણ ચલાવી રહ્યાં છે.

વર્લ્ડ કપ દરમિયાન હુમલાઓ માટે તેઓ દક્ષિણ આફ્રીકાની તરફ પણ જઈ શકે છે. સેંડીએ કહ્યું કે, મને લાગે છે કે ત્યાં આતંકી હુમલાની 80 ટકા જેટલી શક્યતાઓ છે.

વેબદુનિયા પર વાંચો