નેશનલ ગેમ : ઓસ્ટ્રેલિયા 600 લોકોને મોકલશે

ભાષા

ગુરુવાર, 31 ડિસેમ્બર 2009 (20:29 IST)
તમામ પરેશાનીઓ સાથે ઝઝૂમી રહેલી રાષ્ટ્રમંડળ રમત 2010 ની આયોજન સમિતિ માટે આ ખબર આરામ આપનારી છે કે, ઓસ્ટ્રેલિયાએ આગામી વર્ષે દિલ્હીમાં યોજાનારી આ રમતો માટે અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી મોકલવાનો નિર્ણય કર્યો છે. જેમાં 600 થી વધારે ખેલાડી અને અધિકારી શામેલ છે.

ઓસ્ટ્રેલિયાઈ રાષ્ટ્રમંડળ રમત સંઘે એક યાદીમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયા 600 સભ્યોની ટુકડીને મોકલવાનું વિચારી રહ્યું છે. તેમાં ખેલાડી,કોચ, મેનેજર, ડોક્ટર અને અધિકારી શામેલ હશે. અત્યાર સુધી વિદેશી જમીન પર ઓસ્ટ્રેલિયાએ આટલી મોટી ટુકડી મોકલી નથી.

ટીમમાં સ્ટીવ હૂકર અને ડેની સૈમુઅલ્સ જેવા વિશ્વ ચેમ્પિયન પણ હશે. પોલ વોલ્ટર હૂકરે બેઈજિંગ ઓલિમ્પિકમાં 6 . 06 મીટરની છલાંગ લગાવીને ઓલંપિક રેકોર્ડ સાથે સ્વર્ણ પદક જીત્યું હતું. જ્યારે સેમ્યુઅલ વિશ્વ ચેમ્પિયન બનનારી દુનિયની સૌથી ઓછી ઉમરની ભાલાફેંક ખેલાડી છે.

વેબદુનિયા પર વાંચો