જાપાન ઓપન આગામી લક્ષ્ય : જ્વાલા

ભાષા

ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2009 (15:36 IST)
ભારતની પ્રસિદ્ધ યુગલ બૈડમિંટન ખિલાડી જ્વાલા ગુટ્ટા ચીની તાઇપૈમાં મળેલી જીતને ભૂલી ચૂકી છે અને હવે તેનું ધ્યાન આગામી સપ્તાહે શરૂ થઈ રહેલા જાપાન ઓપન પર ટકેલી છે.

મિશ્રિત યુગલમાં દુનિયાની સાતમાં નંબરની જોડી જ્વાલા અને વી દીજૂએ ગત માસે ચીની તાઇપૈ ગ્રાં પ્રી ગોલ્ડ જીત્યો હતો પરંતુ આ હૈદરાવાદી બાળાનું કહેવું છે કે, જીતનો નશો તેના પરથી ઉતરી ગયો છે અને હવે તેની નજર 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલા જાપાન ઓપન પર છે.

જ્વાલાએ કહ્યું કે, ચીની તાઈપેની જીત હવે ભૂતકાળ બની ચૂકી છે. હું તેને ભૂલી ચુકી છું. તે સારો અનુભવ હતો જેણે મારો આત્મવિશ્વાસ વધારી દીધો પરંતુ જાપાન ઓપન મોટી ટૂર્નામેન્ટ છે અને તેના માટે નવેસરથી તૈયારી કરી છે.

વેબદુનિયા પર વાંચો