જન્મદિવસ પર શૂમાકર માટે પ્રાર્થના

શનિવાર, 4 જાન્યુઆરી 2014 (11:38 IST)
P.R
સાત વારના ફોર્મ્યૂલા વન ચેમ્પિયન જર્મન ચાલક માઈકલ શૂમાકરના ફેંસે શુક્રવારે તેના 45મા જન્મદિવસ પર ગ્રેનોબલ યૂનિવર્સિટી હોસ્પિટલની બહાર મૌન નમન કર્યુ. ઈટલી અને ફ્રાંસના ફરારી ક્લબના સભ્ય સવારથી હોસ્પિટલની બહાર જમા થઈને પોતાના પસંદગીના ચાલક પ્રત્યે સમર્થન બતાવી રહ્યા હતા. શુમાકર રવિવારે ફ્રેંચ એલ્પ્સમાં સ્કીંગ કરતા ઘાયલ થઈ ગયા હતા અને ત્યારબાદ કોમામાં છે. શૂમાકરના પરિવારે ફેંસ માટે ઓનલાઈન નિવેદન રજૂ કરી કહ્યુ, 'તે એક ફાઈટર છે અને હાર નહી માને.' શૂમાકરના મેનેજરે જણાવ્યુ કે તેમની સ્થિત પણ નાજુક છે. તેમના 45માં જન્મદિવસ પર લાલ પોશાક પહેરેલ મોટી સંખ્યામાં તેમના ફેંસ હોસ્પિટલની બહાર જોવા મળ્યા.

તેમણે શૂમાકર માટે જન્મદિવસાનુ ગીત ગાયુ અને પોતાની સાથે લાવેલા ગ્રીટિંગ કાર્ડસ અને લાલ રંગની ટોપિયો હોસ્પિટલની બહાર મુખ્ય દરવાજા પર મુકીને શૂમાકર માટે પ્રાર્થના કરી. શૂમાકર માટે તેમના હોમટાઉન કેરપેનથી લઈને ઓડિશાના પુરી સુધી અનેક રીતે પ્રાર્થના કરવામાં આવી. સૈંડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પોતાના અંદાજમાં શૂમાકરને જલ્દી સ્વસ્થ હોવા માટે શુભકામના આપી.

વેબદુનિયા પર વાંચો