છેડછાડ મામલે કોચની ધરપકડ

વાર્તા

સોમવાર, 16 માર્ચ 2009 (12:57 IST)
ઉત્તર પ્રદેશની રાજધાનીમાં ગૌરખપુરની મહિલા ખેલાડી સાથે છેડછાડના મામલે સહારનપુરની એથ્લેટીક ટીમના કોચ ધર્મેન્દ્ર પ્રસાદની ગત રાતે ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે, કે.ડી. સિંહ બાબુ સ્ટેડિયમમાં કાશીરામ રમતોમાં ભાગ લેનાર મહિલા ખેલાડીઓની ફરિયાદને પગલે કોચ ધર્મેન્દ્ર પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે. આ યુવતીને આરોપ લગાવ્યો છે કે તે જ્યારે રૂમમાં ઉંઘતી હતી ત્યારે આ કોચ અંદર ઘુસી આવ્યા હતા અને છેડછાડ કરી હતી.

વેબદુનિયા પર વાંચો