ગોલ્ફને નવી દિશા આપવી છે-અર્જુન

ભાષા

સોમવાર, 23 માર્ચ 2009 (17:30 IST)
ફ્લોરિડામાં રહેલાં ભારતીય ગોલ્ફર અર્જુન અટવાલે પોતાની સફળતાઓથી સાબિત કરી દીધુ છે કે જો પોતાનામાં પ્રતિભા હોય તો સફળતા મેળવવામાં તમને કોઈ રોકી શકે નહીં.

અટવાલે 2002માં સિંગાપુર માસ્ટર્સ ટુર્નામેન્ટમાં 14 અન્ડર પાર સ્કોર કરીને યુરોપીય ટુર ઓર્ડર ઓફ મેરિટ જીતવામાં સફળ રહ્યાં હતા. તેણે પોતાની કેરિયરમાં ત્રણ યુરોપિયન અને સાત એશિયન ટુર્નામેન્ટ જીતી છે.

પ.બંગાળમાં 20 માર્ચ 1973નાં રોજ જન્મેલા અટવાલે 14 વર્ષે કોલકાતા ગોલ્ફ ક્લબમાં રમવાનું શરૂ કર્યું હતું. અને, 22મા વર્ષે પોતાના શાનદાર પ્રદર્શનથી તમામ સીનિયરોને ચોકાવી દીધા હતા. તેમની ઈચ્છા ગોલ્ફને ભારતમાં વધારે પ્રસિધ્ધિ અપાવવાની છે. તેમજ ભારતમાંથી ગોલ્ફનાં સારા ખેલાડીઓને આગળ આવવામાં મદદ કરવાની છે.

વેબદુનિયા પર વાંચો