ખુશીને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ

સોમવાર, 9 ઑગસ્ટ 2010 (12:23 IST)
N.D
વિશ્વ નિશાનેબાજી ચેમ્પિયનશીપમાં નવો ઈતિહાસ રચનારી ભારતીય મહિલા નિશાનેબાજ તેજસ્વિની સાવંતે કહ્યુ કે પોતાની આ સફળતાને રજૂ કરવા માટે તેની પાસે શબ્દ નથી. આ એક અદ્દભૂત સફળતા છે.

મહિલાઓની 50 મીટર રાઈફલ પ્રોન પોઝીશનમાં 597 અંકોના વિશ્વ કીર્તિમાનની સાથે સુવર્ણ પદક જીતનારી તેજસ્વિનીએ કહ્યુ કે જે રીતે અમારી ટ્રેનિંગ ચાલી રહી હતી, મને લાગી રહ્યુ હતુ કે હુ મારું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી લઈશ. પદક કે વિશ્વ રેકોર્ડ વિશે તો મેં વિચાર્યુ પણ નહોતુ. મારા કજાક કોચ સ્ટેનિસ્લાવ લેપિડેસે મારે માટે રણનીતિ તૈયાર કરી હતી અને મને ખુશી છે કે યોજના સંપૂર્ણ રીતે અમલમાં આવી.

29 વર્ષીય તેજસ્વિનીએ કહ્યુ કે કોલ્હાપુર જેવા નાના શહેરમાં રહીને નિશાનેબાજી કરવી સહેલી નથી, પરંતુ મેં આને જ એક પડકારના રૂપમાં સ્વીકારી લીધુ અને વધુ મહેનત કરી. મારા માતાપિતાએ મને આ માટે ખૂબ જ સહયોગ કર્યો. જેટલી વધુ મુશ્કેલીઓ આવે છે, સપના સાકાર કરવાની ઈચ્છા તેટલી જ વધુ પ્રબળ થતી જાય છે.

તેજસ્વિનીએ કહ્યુ કે આ ઐતિહાસિક સફળતાથી આગામી રાષ્ટ્રકુળ રમતો માટે તેમનુ મનોબળ ખૂબ જ વધી ગયુ છે. મેલબોર્નમાં 2006માં થયેલ રાષ્ટ્રકુળ રમતમાં 2 સુવર્ણ પદક જીતનારી તેજસ્વિનીએ કહ્યુ કે તૈયારીઓ તો ઘણા સમયથી ચાલી રહી છે અને હવે તેનો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો છે.

વેબદુનિયા પર વાંચો