કલકત્તા-પુરી રેલી હવે શનિવારે

ઓટોમોબાઈલ એસોશિએશન ઓફ ઈસ્ટર્ન ઈંડિયા દ્વારા આયોજિત કલકત્તાથી પુરી સુધી 700 કિમીની કાર રેલી શુક્રવારને બદલે હવે શનિવારે થશે.

એસોશિએશનના સૂત્રોએ જણાવ્યુ કે પશ્ચિમ બંગાળમાં વિપક્ષી દળ કોંગ્રેસ દ્વારા આયોજીત બંગાળ બંધના કારણે રેલી એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રેલીના માર્ગ અને સમયમાં કોઈ પ્રકારનો બદલાવ નથી કરવામાં આવ્યો.

વેબદુનિયા પર વાંચો