ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની શાન જેવી પ્રોડક્ટ અમુલ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઈવેંટની સ્પોંસરશીપ કરવા જઈ રહી છે. 2012ના લંડન ઓલિમ્પિકના અનેક સ્પોન્સરમાંની કે બન્યા પછી હવે અમુલ કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સની સ્પોન્સર બનવા જઈ રહી છે. શુક્રવારે જીસીએમએમએફએ કરેલી જાહેરાત પ્રમાણે 23 જુલાઈએ યોજાનારી ગ્લાસગ્લો ગેઈમ અને એ પછી સપ્ટેમ્બર 19એ સાઉથ કોરિયામાં યોજાનારી એશિયન ગેઈમ્સમાં અમુલ સ્પોંન્સરશીપ આપશે.