પિતૃ પક્ષ મતલબ શ્રાદ્ધ દરમિયાન દરેક વ્યક્તિ પોતાના પૂર્વજોને મોક્ષ અપાવવા માટે તર્પણ અનુષ્ઠાન બ્રાહ્મણ ભોજન વગેરે જુદા જુદા વિધિ વિધાનથી કર્મ કરીને પિતૃને તૃપ્ત કરે છે. આવામાં આપણે મોટાભાગે એવુ સાંભળવા મળે છે કે પૂર્વજોને મોક્ષ માટે બ્રાહ્મણોને સાદુ અને સાત્વિક ભોજન ખવડાવવુ જોઈએ. ગળ્યામાં ખીર-પુરી બનાવવી અનિવાર્ય હોય છે. આ સ્વાદથી ભર્યુ અને સાત્વિક ભોજન માનવામાં આવે છે. આવો જાણીએ કે બ્રાહ્મણોને ખીર કેમ ખવડાવવામાં આવે છે.
ખીર ફક્ત ખાવામાં જ નહી પણ તેના દ્વારા હવન, અનુષ્ઠા વગેરે કાર્ય કરવુ પણ શુભ માનવામાં આવે છે. એટલુ જ નહી ખીર ગળી હોવાની સાથે સાથે અનેક વસ્તુઓનુ મિશ્રણ હોય છે તેથી અનેક સ્થાન પર મંદિરોમાં ભગવાનને ખીરથી સ્નાન કરાવવામાં આવે છે. તેથી જ શ્રાદ્ધમાં ખીર બનાવવી અનિવાય્ર બતાવવામાં આવી છે.