સેટ્રલ બેંકને 571 કરોડનો ચોખ્ખો નફો

વાર્તા

ગુરુવાર, 30 એપ્રિલ 2009 (10:06 IST)
સાર્વજનિક ક્ષેત્રની સેટ્રલ બેંક ઓફ ઈંડિયાને વર્ષ 2008-09માં 571.24 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો અને તેનો વેપાર બે લાખ કરોડ રૂપિયાના સ્તરને પાર કરી ગયો.

બેંકના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક એસ શ્રીધરે બોર્ડૅની બેઠક પછી વાર્ષિક નાણાકીય પરિણામોની જાહેરાત કરતા કહ્યુ કે બેંકે આ વખતે પાછલા નાણાકીય વર્ષમાં મેળવેલ ચોખ્ખા નફાથી 3.8 ટકા વધુ નફો કમાવ્યો છે.

ગઈ 31 માર્ચના રોજ સમાપ્ત થતી ચોથી ત્રિમાસિકમાં ચોખ્ખો નફો 62 કરોડ જ રહ્યો, જ્યારે કે આ ગયા નાણાકીય વર્ષની ચોથી ત્રિમાસિકમાં બેંકને 127.2 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.

વેબદુનિયા પર વાંચો