આવતા વર્ષ સુધી આવક વધવાની શક્યતા

આર્થિક મોરચા પર સુધારના સંકેતો વચ્ચે આવતા નાણાકીય વર્ષની શરૂઆતમાં કંપનીઓની આવકમાં વધારો થવાની અપેક્ષાઓ કરવામાં આવી રહી છે.

એંજેલ બોકિંગના ચેયરમેન અને પ્રબંધ નિદેશક દિનેશ ઠક્કરે કહ્યુ કે કેન્દ્રમાં સ્થિર સરકાર અને વૈશ્વિક સ્તર પર જાહેર કરવામાં આવેલ પ્રોત્સાહન પેકેજોને કરણે આવતા નણાકીય વર્ષની શરૂઆતમાં કંપનીઓમા આવકનો વધારો જોવા મળશે.

તેણે કહ્યુ કે વૈશ્વિક બજારોએ છેલ્લા બે-ત્રણ ત્રિમાસિકમાં ઘણી વધ-ઘટ જોવા મળી. પરંતુ હવે ખરાબ સમાચારનો સમય નીકળી ગયો છે. અમને વિશ્વાસ છે કે ભારતીય શેર બજારમાં સૌથી ખરાબ દિવસ હવે વીતી ચૂક્યા છે.

ઠક્કરના અનુમાન મુજબ ચાલુ કેલેંડર વર્ષની છેલ્લી ત્રિમાસિકમાં આર્થિક સુધારના સ્પષ્ટ સંકેત દેખાશે. તેમણે રોકાણકારોને ઓછામાં ઓછા થોડા વર્ષો સુધી બજારમાં રોકાણ ચાલુ રાખવાની સલાહ આપી છે.

વેબદુનિયા પર વાંચો