શેર બજાર વધારા સાથે ખુલ્યું

વેબ દુનિયા

મંગળવાર, 31 માર્ચ 2009 (12:51 IST)
શેરબજારમાં આજે સવારે શરૂઆતી કારોબારમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે 131 પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો અને સસેકસ 9699ની સપાટીએ હતો. 65 પોઇન્ટના ઉછાળા સાથે શરૂઆત થઇ હતી. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને એચડીએફસીમાં 2.5 ટકા જેટલો ઉછાળો રહ્યો હતો.

આ ઊપરાંત ભેલ, રેનબેકસી અને ટીસીએસના શેરમાં 2 ટકાથી વધુ ઉછાળો નોંધાયો હતો. અન્ય જે શેરમાં તેજી નોંધાઇ હતી તેમાં રિલાયન્સ, લાર્સન એન્ડ ટુબ્રો તથા તાતા મોટર્સનો સમાવેશ થાય છે.

દરમિયાન અમેરિકાની બે મહાકાય ઓટો કંપની જનરલ મોટર્સ અને ક્રાઇસલર નાદારી તરફ વધી રહી છે તેવા અહેવાલના પગલે અમેરિકન શેરબજારમાં પણ ખળભળાટ ફેલાઇ ગઇ હતી.

મોડી રાત્રે કારોબારના અંતે ડાઊજોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં 254 પોઇન્ટનો અથવા તો 3.43 ટકાનો ઘટાડો નોંધાતા આ ઇન્ડેક્ષ 7522ની સપાટી ઉપર રહ્યો હતો. જયારે સ્ટાન્ડર્ડ એન્ડ પુવર્સનો 500 ઇન્ડેક્ષ 28 પોઇન્ટ ઘટી 787 પોઇન્ટની સપાટીએ રહ્યો હતો.

નાસ્ડેકમાં 43 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. નિષ્ણાતોમાં એવી ચર્ચા છે કે જો અમેરિકી સરકાર તરફથી મદદ નહીં મળે તો બંને કંપનીઓ સામે મુશ્કેલી સર્જાશે.

વેબદુનિયા પર વાંચો