જે કોઈ કોઈ કારણથી એકાદશી વ્રત નહી કરી શકીએ તેને એકાદશીના દિવસે ખાન-પાન અને વ્યવહારમાં સાત્વિકતાનો પાલન કરવું જોઈએ. સાત્વિકતાના પાલન એટલે જે એકાદશીના દિવસે લસણ, ડુંગળી, માંસ, માછલી, ઈંડા નહી ખાવું અને ઝૂઠ દગો મૈથુનનો ત્યાગ કરીને ભગવાનને યાદ કરવું.
વૈજ્ઞાનિક તથ્યના મુજબ ચોખામાં જળ તત્વની માત્રા વધારે હોય છે. જળ પર ચંદ્ર્માનો પ્રભાવ વધારે પડે છે. ચોખા ખાવાથી શરીરમાં જળની માત્રા વધે છે. તેનાથી મન વિચલિત અને ચંચળ હોય છે. મનના ચંચળ હોવાથી વ્રતના નિયમોનો પાલન કરવામાં મુશ્કેલી આવે છે. એકાદશી વ્રતમાં મનનો નિગ્રહ અને સાત્વિક ભાવનો પાલન ખૂબ જરૂરી હોય છે. તેથી એકાદશીના દિવસે ચોખાથી બનેલી વસ્તુઓ ખાવું વર્જિત ગણાય છે.