ઘર્મ ગ્રંથોમાં મહેમાનના મહત્વ વિશે ઘણી વાતો જણાવી છે. ઘરે આવેલા મહેમાનને ભગવાન સમાન ગણાય છે. હિંદૂ ધર્મમાં ભગવાનના હવન કે ઘણા તહેવારો પર ઘરે આવેલા મહેમાનને ભોજન કરાવવાનું મહત્વ છે. અતિથિને સત્કારને લઈને શિવપુરાણમાં 4 એવી વાતો જણાવી છે જેમનું પાલન કરવામાં આવે તો માણસને મહેમાનને ભોજન કરાવવાનું ફળ મળે છે.
1. સાફ હોય મન
કહેવાય છે કે જે માણસનું મન શુદ્ધ ન હોય, તે તેને ક્યારેય પણ તેના શુભ કાર્યોનું ફળ મળતું નથી. ઘરે આવેલા મહેમાનનો સત્કાર કરતી વખતે એને ભોજન કરાવતા સમયે કોઈ પણ ખોટો ભાવ મનમાં ન આવવો જોઈએ. મહેમાનના સત્કારના સમયે જે માણસના મનમાં બળતરા,ક્રોધ હિંસા જેવી વાતો ચાલતી રહે છે. તેને ક્યારે પણ તેમના કર્મોનું ફળ મળતુ નથી. આથી આ વાતનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ.
3. શુદ્ધ હોય શરીર
મહેમાન ભગવાનના સમાન ગણાય છે. અપવિત્ર શરીરથી ન તો ભગવાનની સેવા થાય છે કે ન તો મહેમાનની. કોઈને પણ ભોજન કરાવતા પહેલા માણસે શુદ્ધ જળથી સ્નાન કરીને, સાફ કપડા ધારણ કરવા જોઈએ. અપવિત્ર કે વાસી શરીરથી કરેલ સેવાનું ફળ ક્યારે પણ મળતુ નથી.