Hindu Dharm- જો તમારા ઘરમાં (lizard) ગરોળી દેખાય તો, જાણો શું છે ઈશારો
મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (17:55 IST)
જ્યોતિષ મુજબ દૈનિક જીવનમાં બહુ બધા એવા ઈશારા હોય છે જેનું અમે અંદાજો થઈ જાય છે કે ભવિષ્યમાં કેવું સમય હશે જેમકે ગરોળીના શરીર પર પડવાથી શુભ- અશુભ પ્રભાવના વિશે જાણી શકાય છે.
જ્યોતિષ મુજબ ગરોળીના પુરૂષોના ડાબા ભાગ અને મહિલાઓના જમણા ભાગ પર પડવું અશુભ હોય છે. અને પુરૂષોના જમણા ભાગ અને મહિલાઓના ડાબા ભાગ પર પડવું શુભ હોય છે.
જ્યારે ગરોળી શરીરના કોઈ પણ ભાગ પર પડે તો તે સ્થાનને પાણીથી ધોઈ લો કે નહાવી લો. કારણકે તેના શરીરમાં ઝેરીલા પદાર્થ હોય છે.
જ્યારે એ કોઈના પર પડે છે તો શરીરનો ઝેર તમારી ત્વચા પર મૂકી નાખે છે. તો આજે વેબદુનિયા ગુજરાતી(webdunia gujarati) તમને જણાવશે કે ઘરમાં ગરોળી જોવાના શું અર્થ હોય છે....
1. જો ગરોળી સમાગમ(sex) કરતી જોવાય તો કોઈ જૂના મિત્રથી મળવું થઈ શકે છે. ઝગડો કરતી જોવાય તો કોઈ બીજાથી ઝગડો શક્ય છે અને જુદી થતી જોવાય તો કોઈ પ્રિયથી જુદા થવાનું દુખ સહેવું પડી શકે છે.
2. શકુન શાસ્ત્ર મુજબ દિવસમાં ભોજન કરતા સમયે જો ગરોળીનો બોલવું સંભળાય તો તરત જ કોઈ શુભ સમાચાર મળી શકે છે કે પછી કોઈ શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. આમ તો આ ઘટના બહુ ઓછી હોય છે કારણકે ગરોળી રાતના સમયે જ બોલે છે.
3. ગરોળી જો માથા પર પડે તો સંપત્તિ મળવાની શકયતા વધી જાય છે.
4. જો જમણા ઘૂંટણ પર ગરોળી પડવાથી યાત્રાના સંયોગ બનશે. ડાબા ઘૂંટણ પર ગરોળી પડવાનું મતલબ બુદ્ધિની હાનિ.
5. નવા ઘરમાં પ્રવેશ કરતા જો ગૃહસ્વામીને ગરોળી મૃત કે માટી લાગેલી જોવાય તો તેમાં નિવાસ કરતા લોકો રોગી થઈ શકે છે. આવું શકુન શાસ્ત્રમાં લખ્યું છે. આ અપશકુનથી બચવા માટે પૂરા વિધિ-વિધાનથી પૂજન કર્યા પછી જ નવા ઘરમાં પ્રવેશ કરવું જોઈએ.
6. જમણી આંખ પર ગરોળી પડવાનુ અર્થ કોઈ મિત્રથી ભેંટ થશે. ડાબી આંખ પર ગરોળી પડવાનું અર્થ છે કે જલ્દી જ કોઈ મોટી હાનિ થશે.
7. દાઢી પર ગરોળી પડવાનું અર્થ છે કે તમારા સામે જલ્દ જ કોઈ ભયંકર ઘટના થઈ શકે છે.