આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલ નીતિ ગ્રંથમાં એવી વાતો બતાવી છે જેને ફોલો કરનારા વ્યક્તિ જીવનમાં ક્યારેય દગો નથી ખાતા અને સુખી તેમજ સમૃદ્ધ જીવન જીવે છે. નીતિ ગ્રંથમાં મહિલાઓ અને ધન સાથે જોડાયેલ કેટલીક ખાસ વાતોને ગુપ્ત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધન કોઈપણ પુરૂષની તાકત હોય છે. જો તે નષ્ટ થઈ જાય તો બધાને ન બતાવવુ જોઈએ. તેનાથી માન સન્માનમાં કમી આવે છે. લોકો મદદ કરવાને બદલે મજાક ઉડાવે છે.