સલમાનને જેલ જતા બચાવનારા વકીલની એક દિવસની ફી 25 લાખ

શુક્રવાર, 8 મે 2015 (14:16 IST)
સલમાન ખાનને હિટ એંડ રન મામલામાં પાંચ વર્ષની જેલ થયા પછી થોડાક જ કલાકોમાં બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગઈ. તેમના વકીલોએ પહેલાથી જ આની તૈયારી કરી રાખી હતી અને નિર્ણય આવતા જ હાઈકોર્ટમાં જામીનની અરજી લગાવી દીધી. પણ બે દિવસની અંતરિમ જામીન માટે સલમાનને 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો. માહિતી મુજબ વરિષ્ઠ વકીલ હરિશ સાલ્વેએ સલમાન પાસેથી એક દિવસના 25 લાખ રૂપિયા લીધા. 
 
સૂત્રો મુજબ સાલ્વેની ફી ક્લાઈંટના હિસાબથી નક્કી થાય છે. પણ એક દિવસની ફી 25 લાખની આસપાસ હોય છે.  આ ઉપરાંત તેમની ટીમની ચુકવણી અલગ કરવામાં આવે છે.  તેમની ટીમને ઓફિસ બનાવવા માટે અલગથી પૈસા ચુકવવા પડે છે. કમ્પ્યુટરથી લઈને સ્ટેનોગ્રાફર સુધી સૌની ચુકવણી થાય છે.  સાલ્વે દેશના વરિષ્ઠ વકીલોમાંથી એક છે. તેઓ સંવૈઘાનિક, વાણિજ્યિક કર કાયદા અને મધ્યસ્થતામાં નિપુણ છે. તેમના પિતા એનકેપી સાલ્વે પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. 
 
સાલ્વેએ શરૂઆત ચાર્ટર્ડ એકાઉંટેટના રૂપમાં કરી અને પછી તેઓ સંપૂર્ણ રીતે ન્યાયિક વ્યવસાય સાથે જોડાય ગયા. અંબાણી બંધુઓએ પોતાના કેટલાક મામલામાં સાલ્વેને 15 કરોડ રૂપિયાનુ ચુકવણી કરી હતી. એવુ કહેવાય છે કે સલમાન પોતાના કેસ પર 15 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી ચુક્યા છે. સલમાન સાથે જોડાયેલ કાયદાકીય મામલા ડીએસકે લીગલના પાર્ટનર અનદ દેસાઈ નિરવ શાહ અને તેમના સાથી મનહર સિંહ સૈની જુએ છે. 

વેબદુનિયા પર વાંચો