Russia ukrain war- ખારકિએવમાં હવે એક પણ ભારતીય નથી - ભારતીય વિદેશ મંત્રાલયનો દાવો

સોમવાર, 7 માર્ચ 2022 (08:56 IST)
તો ગઈ કાલે ભારતીય વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી છે કે યુક્રેનના ખારકિએવમાં હાલ કોઈ પણ ભારતીય બાકી રહ્યા નથી, હવે તેમનો ઉદ્દેશ સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવાનો છે.
મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારની સાંજે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું કે સુમીમાંથી ભારતીયોને બહાર કાઢવા, એ પડકારભર્યું છે, કારણ કે ત્યાં હિંસા ચાલુ છે અને પરિવહનની પણ કમી છે, સૌથી સારો વિકલ્પ સંઘર્ષવિરામ જ હોઈ શકે છે.
 
તેમણે જણાવ્યું કે હવે ભારત એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે યુક્રેનમાં હજુ કેટલા ભારતીયો બાકી છે, દૂતાવાસ એ લોકો સાથે સંપર્ક કરશે જેમણે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું.
 
મંત્રાલયે જણાવ્યું છે કે યુક્રેનથી અત્યાર સુધીમાં 13,300 લોકોને પાછા લાવવામાં આવ્યા છે.
 
પાછલા 24 કલાક દરમિયાન 15 ઉડાણ થકી 2,900 લોકો ભારત પાછા ફર્યા અને આવનારા 24 કલાકમાં 13 ઉડાણ ભરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર