Russia Ukrain War- 11th Day યુક્રેનના રાષ્ટ્રપતિની અપીલ, રશિયા સામે લોકો લડાઈ ચાલુ રાખે

રવિવાર, 6 માર્ચ 2022 (16:16 IST)
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ યુક્રેનના લોકોને રશિયાના હુમલા વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવાની અપીલ કરી છે.
 
રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ શનિવારે રાત્રે કિએવથી રાષ્ટ્રવ્યાપી સંબોધન કર્યું હતું. તેમણે લોકોમાં પ્રોત્સાહન વધારતા કહ્યું કે હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે.
 
તેમણે કહ્યું, "આપ સૌએ બહાર નીકળીને આ ખરાબ લોકોને પોતાનાં શહેરોમાંથી બહાર ફેંકવાની જરૂર છે."
 
આ સાથે તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને યુક્રેનને વધુ ફાઇટર જૅટ્સ આપવાની અપીલ કરી.
 
તેમણે અમેરિકા પાસે રશિયન નિર્મિત ફાઇટર જૅટ્સ આપવાનો પણ અનુરોધ કર્યો. આ વિમાનોને યુક્રેનના પાઇલટ ઉડાવી શકે છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકન અધિકારીઓ પોલૅન્ડના નેતાઓના સંપર્કમાં છે. જેથી યુક્રેનને મિગ ફાઇટર જૅટ્સ આપી શકાય.
 
પોલૅન્ડ સોવિયેટ કાળના ફાઇટર જૅટ્સનો ઉપયોગ ધીરેધીરે બંધ કરી રહ્યું છે. એવામાં આ વિમાન યુક્રેનને આપી શકાય તેમ છે, કારણ કે યુક્રેનના પાઇલટોને પશ્ચિમી દેશોમાં નિર્મિત વિમાનો ઉડાવવાની તાલીમ મળી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર