22મી ઓક્ટોબરના સોનેરી સૂર્ય કિરણો ભારત માટે યાદગાર બની રહ્યા. દક્ષિણ ભારતના શ્રી હરિકોટાથી અવકાશમાં સંશોધન માટે દેશનાં પ્રથમ ચંદ્ર અભિયાન ચંદ્રાયાન પ્રથમની ઉલટી ગણતરી શરૂ થઈ આ યાનને શ્રી હરીકોટા સતિશ ધવન અંતરીક્ષ કેન્દ્ર ખાતે થી આ દિવસે સવારે 6-20 મિનિટે અંતરીક્ષમાં છોડવામાં આવ્યું અને ભારતનું નામ વિશ્વના અંતરીક્ષમાં સોનેરી અક્ષરોથી લખાયું.
ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન ઈસરોનાં સુત્રોનાં જણાવ્યા મુજબ શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. પણ તેને ખુબ જલ્દીથી સુધારી લેવામાં આવી હતી. પીએસએલવી સી 11 રોકેટને ગત 18 ઓક્ટોબરનાં રોજ પ્રક્ષેપણ સ્થળે લાવવામાં આવ્યુ હતું. 44.4 મીટર લાંબા પીએસએલવી સી 11 દ્વારા ચંદ્રયાનને ચાંદામામા તરફ પ્રયાણ કરવા રવાના કરાયું જે એક મોટી સિધ્ધિ છે.
ચંદ્રયાન-1માં વિવિધ 11 જેટલાં ઉપકરણો લાગેલા છે. જેમાં 6 વિદેશી છે. જેની સહાયતાથી ચંદ્ર પર મોજુદ વિભિન્ન રસાયણો અને ખનિજોની રાસાયણિક સંરચનાનું આકલન કરવામાં આવશે અને તે ત્યાં પાણીની હાજરી શોધશે. ચન્દ્રાયાન-1 છોડવામાં આવ્યું. સફળતા પૂર્વક ઉડેલા આ યાનની સફળતાથી ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો સાથોસાથ આવનાર સમયમાં આપણે ઉર્જા સહિતના ઘણા કોયડા ઉકેલી શકીશું એવી આશા સેવાઇ રહી છે.
ગૌરવની વાત તો એ છે કે આ સમગ્ર પ્રોજેક્ટમાં ગુજરાતની અમદાવાદની સ્થિત ફિઝીકલ રિચર્સ લેબોરેટરીનો અહમ ફાળો છે. આ સંસ્થાના ત્રણ યુવા વૈજ્ઞાનિકોએ મહત્વની કામગીરી બજાવી છે.