હિન્દુ ધર્મમાં શ્રાદ્ધનું સૌથી વધારે મહત્ત્વ છે.
પિતૃ શ્રાદ્ધ માટે બિહારનું ગયા તીર્થ ખૂબ જ પ્રખ્યાત સ્થાન છે.
આ ભારતનું એકમાત્ર તીર્થ સ્થળ છે જ્યાં માત્ર મૃત મહિલાઓ એટલે કે માતૃ શ્રાદ્ધની જોગવાઈ છે. ઋગ્વેદમાં પણ સિદ્ધપુરનો ઉલ્લેખ છે. બિંદુ સરોવર સિદ્ધપુરમાં શ્રાદ્ધનું સૌથી મહત્ત્વનું સ્થળ છે. આ સ્થાન માટે એવું માનવામાં આવે છે કે અહીં મૃત મહિલાઓનું શ્રાદ્ધ કરવાથી તેમને મોક્ષ મળે છે અને આત્માને પણ શાંતિ મળે છે.